નવી દિલ્હી, તા. 24 : વેપારી સંગઠ
ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ શનિવારે એક પત્ર લખીને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને
પહેલી નવેમ્બરનાં રામલીલા મેદાન પર થનારી રેલી ટાળવા અપીલ કરી હતી. આ રેલીનાં કારણે
દિવાળીની તહેવારી મોસમમાં દિલ્હીના કારોબારને કમસેકમ 10 હજાર કરોડ રૂપિયાનું વેપારી
નુકસાન થવાની ચેતવણી સંગઠને આપી હતી. ચેમ્બરે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને
લખેલા પત્રમાં એક સપ્તાહ બાદ નિર્ધારિત રેલી ટાળી,
10મી નવેમ્બર પછી યોજવા અપીલ કરી હતી. રામલીલા
મેદાનના પાંચ કિ.મી.ના દાયરામાં ચાંદની ચોક અને કનોટ પ્લેસ સહિત આઠ મોટી બજારો છે.
વેપારી સંગઠને પત્રમાં જણાવ્યું હતું કે, 2025માં આ બજારોમાં દિવાળી પર તહેવારી
તેજી સાથે કારોબાર 75 હજાર કરોડ
સુધી પહોંચી ગયો હતો. ધનતેરસ, દિવાળી,
ભાઈબીજ દરમ્યાન દિલ્હીમાં લગભગ 25 હજાર કરોડ રૂપિયાનો મોટો કારોબાર
થાય છે.