કેદારનાથ, તા. 24 : સમગ્ર દેશના આધ્યાત્મિક જગતમાં
જેની વિશેષ નોંધ લેવાઈ છે. તે મોરારિબાપુના વ્યાસાસને યોજાયેલી `માનસ ભારત સ્વસ્તિક યાત્રા' ઉતરાખંડના કેદારનાથ ધામમાં વિરમથી કથાના ક્રમની
985મી કથાનું મંગલાચરણ કન્યાકુમારીથી
થયું હતું.આ કથા એટલે વિશિષ્ટ છે કે સ્વસ્તિકના બાર દર્શનને ધ્યાનમાં લઈને બાર સ્થાનો
પર કથાનું ગાન થયું.જે કોઈને કોઈ રીતે મહત્વ ધરાવતા હોય.પૂ.બાપુએ કથાને વિરામ આપતાં
આજે જણાવ્યું કે કેદારેશ્વરને પ્રણામ કરીએ છીએ કે જ્યાં શંકરાચાર્યએ સમાધિનો નિર્ણય
કર્યો અને તેનું નિર્વાણ થયું. શંકરાચાર્યનું સ્વસ્તિક હિમાલયના ચારધામ છે. દિવ્ય, સેવ્ય ભારતને જોડવાનો પ્રથમ પ્રયાસ શંકરાચાર્યજીએ
કર્યો હતો.કન્યાકુમારી આજે કેદારને મળવા આવે છે. જ્યારે કોઈ દુર્ગમસ્થાનો પર યાત્રા
જાય છે ત્યારે તેની વ્યવસ્થા કોઈ ચેતના કરી રહી છે તેનો અનુભવ સતત થાય છે.મારી પાસે
એક સાખી આવી છે જેનું અવલોકન કરતાં અનુભવ થાય છે કે વર્ષો પહેલા કોઈએ કરેલી કલ્પના
મુજબ છે. દક્ષિણ ઉત્તર ધામ, પશ્ચિમ પૂર્ણતા ભક્ષા,ભજન સમાધિ અરુ સામ. ભિક્ષા, ભજન, સમાધિ અને સામવેદ આ નિમ્બાર્કી પરંપરાને લાગુ પડે છે.આ કથાની ધ્રુવ પંક્તિઓમાં
પહેલી પંક્તિ હતી મંગલ ભવન અમંગલ હારી એ મુજબ બધું મંગળ રીતે આયોજિત થયું હતું. કથાયાત્રાનું
સમગ્ર આયોજન આઈઆરસીટીસીના સહયોગથી મનોરથી સંસ્થા સનાતન સેવા સંસ્થાન ઉદયપૂરે કર્યું.
મદનભાઈ પાલીવાલ અને રૂપેશભાઈ વ્યાસનો સહયોગ મળ્યો છે. પછીની કથાનો ક્રમ 986મી દિપ જ્યોતિ હવે `માનસ ભારત સ્વસ્તિક યાત્રા'નું દ્વિતીય ચરણ હશે. તેનો પ્રારંભ દ્વારકાની
શારદા પીઠથી તા 14 નવેમ્બરથી
કરવામાં આવશે અને સમાપન જગન્નાથપુરી ખાતે 22 મી નવેમ્બરના રોજ થશે.