• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

આદિપુર : નકલી દારૂ કાંડમાં વધુ એક આરોપીની ધરપકડ

ગાંધીધામ, તા. 2 : આદિપુરના 4-એ વિસ્તારમાંથી સરહદી રેન્જની ટીમે નકલી દારૂ બનાવવાની ફેક્ટરી સાથે બે શખ્સને ઝડપી પાડયા હતા. બાદમાં તપાસ કરનાર એલ.સી.બી.એ પણ અન્ય શખ્સોની ધરપકડ કરી તેમના રિમાન્ડ મેળવ્યા હતા. પૂછપરછ તપાસ દરમ્યાન નાલાસોપારા મુંબઇ, મૂળ ઉત્તરપ્રદેશના પંકજ રામભુવનનું નામ બહાર આવતાં પોલીસની ટીમે મુંબઇ જઇને આ શખ્સની ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં અત્યાર સુધીમાં સાત શખ્સની અટક કરી છે પણ દુકાન ભાડે રાખનારનો શું રોલ છે તે હજુ બહાર આવ્યું ન હોવાનું જાણવા મળ્યું હતું.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd