• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

કોકો ગોફ અને મીરા એન્ડ્રિવાની આગેકૂચ

ન્યૂયોર્ક, તા.2: વર્ષની આખરી ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ યુએસ ઓપનના મહિલા વર્ગમાં અમેરિકી યુવા ખેલાડી કોકો ગોફ અને રશિયાની યુવા ખેલાડી મીરા એન્ડ્રિવાએ શાનદાર જીત સાથે બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી છે. જયારે મેન્સ સિંગલ્સમાં ટોચનો જર્મન ખેલાડી એલેકઝાંડર ઝ્વેરેવ હારથી માંડ બચીને બીજા રાઉન્ડમાં પહોંચ્યો છે. ડેનિલ મેદવેદેવે સેબેસ્ટિયન ગોર્ઝની સામે પ્રભુત્વપૂર્ણ જીત સાથે ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. ચોથા ક્રમની કોકો ગોફનો પહેલા રાઉન્ડમાં જેનેપ સોનમેજ વિરુદ્ધ 6-3 અને 6-4થી વિજય થયો હતો. જયારે પાંચમા ક્રમની મીરા એન્ડ્રિવાનો જેનિસ ત્જેન વિરૂધ્ધ 6-2 અને 6-2થી વિજય થયો હતો. પુરુષ વિભાગમાં 40 વર્ષીય ફ્રાંસીસી ખેલાડી ગેલ મોનફિલ્સે જન્મદિનના મોકા પર લુઇસ આર્મસ્ટ્રોંગને 2-6, 6-1, 6-2 અને 6-0થી હાર આપી અપસેટ કર્યો હતો. યુએસ ઓપનમાં મોનફિલ્સની આ 34મી જીત છે. આ સાથે જ તે પાછલા પ0 વર્ષમાં યૂએસ ઓપનમાં 40 કે તેથી વધુ ઉંમરે મેચ જીતનારો ફકત ત્રીજો ખેલાડી બન્યો છે. મોનફિલ્સની આ આખરી સીઝન છે. પુરુષ વિભાગમાં ટોચના ક્રમાંકિત જર્મન ખેલાડી એલેકઝાંડર જ્વેરેવ પહેલા રાઉન્ડમાં અપસેટનો શિકાર થતાં બચીને બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો છે. ઝેવરેવનો ઈટાલીના લોરેંજ સોનેગો વિરૂધ્ધ 4 કલાક અને પ3 મિનિટના મુકાબલા પછી પાંચ સેટમાં 6-4, 3-6, 6-7, 7-પ અને 6-4થી રોમાંચક વિજય થયો હતો.

Panchang

dd