• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

વરસાદ ખેંચાતાં ખેડૂતો હવે ટેન્કરના સહારે...!

નલિયા, તા. 2 : અબડાસા તાલુકામાં સિઝનના પ્રારંભે માત્ર અડધો ઇંચ વરસાદ પડતાં ખેડૂતોએ ઉતાવળે વાવેતર તો કરી દીધું, પણ હવે મેઘરાજાએ હાથતાળી આપતાં મુશ્કેલી સર્જાઈ છે. વરસાદ ખેંચાતાં ખેતરોમાં ઉગેલા મોંઘા પાકને બચાવવા ખેડૂતો ટેન્કરો દ્વારા પાણી આપી રહ્યા છે. નરેડી ગામના ખેડૂત શકીલ મિત્રીએ જણાવ્યું કે, મગફળી અને તુવેરના છોડ સુકાઈ ન જાય તે માટે છેલ્લા ચાર દિવસથી તેઓ ટ્રેક્ટર સાથે ટેન્કર જોડી પાકને પાણી આપી રહ્યા છે.  મોંઘા બિયારણ અને મહેનત એળે ન જાય તે માટે ખેડૂતો મરણિયા પ્રયાસો કરી રહ્યા છે. જો આગામી દિવસોમાં બે-ત્રણ ઇંચ વરસાદ પડે, તો જ આ વિસ્તારના ખેડૂતોને મોટી રાહત મળે તેમ છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd