• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

મેઘપર (કું)માં જાહેરમાં જુગાર રમતા છની અટક

ગાંધીધામ, તા. 2 : અહીંના મેઘપર કુંભારડીની ગોકુલધામ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને પકડી પાડી પોલીસે રોકડ રૂા. 77800 જપ્ત કર્યા હતા. મેઘપર કુંભારડી ગોકુલધામ રેસિડેન્સીમાં પ્લોટ નંબર 77ની બાજુમાં આવેલા ખાંચામાં આજે બપોરે અમુક શખ્સો જુગાર રમી રહ્યા હતા તેવામાં અચાનક પોલીસ ત્રાટકી હતી અને અહીં રવિકમલ ચેલારામાણી (રહે. 22 વાળી આદિપુર), સતીષ વાસુ ઠક્કર (રહે. જલારામ સિટી-અંતરજાળ), મામદ હાસમ સુણા (રહે. ઈદગાહ નગર મેઘપર કું), નીલેશ ભીખુ સોઢા (રહે. મણીનગર આદિપુર), અસગર તૈયબ બાપડા (રહે. સુથાર ફળિયું અંતરજાળ) તથા કમલેશ કાંતિલાલ રાઠોડ (રહે. ગોકુળધામ રેસિડેન્સી-મેઘપર કુંભારડી) નામના શખ્સોને પકડી પાડયા હતા. ધાણીપાસા વડે જુગાર રમતા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 77,800 જપ્ત કરાયા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd