• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

નિવૃત્ત એરમાર્શલ, રામમંદિર ટ્રસ્ટના રખેવાળ

નવી દિલ્હી, તા. 2 : અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની આજે યોજાયેલી એક મહત્ત્વની બેઠકમાં રામ મંદિર ટ્રસ્ટના પ્રથમ સીઇઓ તરીકે `ઓપરેશન સિંદૂર'માં મહત્ત્વની ભૂમિકા ભજવનારા નિવૃત્ત એરમાર્શલ જિતેન્દ્ર મિશ્રાની નિયુક્તિ કરાઇ હતી. ત્રણ ખાલી પદ ઉપર નિયુક્તિ સાથે શ્રીરામ જન્મભૂમિ મંદિર માટે પ્રસ્તાવિત મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ)નાં નામ ઉપર પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠક અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસના મણિરામદાસ છાવણી સ્થિત આવાસમાં યોજાઈ હતી. 5585 અરજીમાંથી ત્રણ ઉમેદવાર નક્કી કરાયા હતા અને તેમાંથી જિતેન્દ્ર મિશ્રાની પસંદગી થઇ હતી. જિતેન્દ્ર મિશ્રાને ઓપરેશન સિંદૂર દરમિયાન ચાવીરૂપ ભૂમિકા બદલ સ્વતંત્રતા દિવસ-2025 ઉપર સર્વોત્તમ સેવા પદકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 2024માં અતિ વિશિષ્ટ સેવા પદક અને 2013માં વિશિષ્ટ સેવા પદકથી પણ તેમનું સન્માન થયેલું છે. રામમંદિર ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગિરિને નવા મહાસચિવ બનાવાયા છે. આમ, ચંપત રાય માટે ટ્રસ્ટના તમામ દરવાજા બંધ થયા છે. દાનચોરીના કલંકિત પ્રકરણમાં કેસ દાખલ થયા બાદ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને સદસ્ય ડો.અનિલ મિશ્રાએ પોતાનાં પદો ઉપરથી રાજીનામા આપી દીધાં હતાં. તા. 6 જુલાઈના મળેલી ટ્રસ્ટની બેઠકમાં બંનેનાં રાજીનામાનો સ્વીકાર કરી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ ટ્રસ્ટમાં સદસ્યોનાં પદ ખાલી હતી. આજે મહેશ ભાગચંદકા, મદનમોહન પાંડે અને નિર્મલા યાદવ રામમંદિર ટ્રસ્ટમાં નવા સભ્ય તરીકે સામેલ કરી લેવામાં આવ્યા હતા. બેઠકમાં સામેલ થવા માટે ટ્રસ્ટના અનેક મુખ્ય સદસ્યો પહોંચ્યા હતા. અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ પણ બેઠકમાં હતા. ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગિરિ અને વિહિપના કેન્દ્રીય પદાધિકારી દિનેશ પણ આમાં જોડાયા હતા. વિહિપના રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ. બાંગડા પણ બેઠકમાં આવ્યા હતા. આ ઉપરાંત શંકરાચાર્ય વાસુદેવાનંદ સરસ્વતી, વિશ્વ પ્રસન્ન તીર્થ, યુગપુરુષ સ્વામી પરમાનંદ, કેશવ પારાસરન, શશાંક ત્રિપાઠી, નૃપેન્દ્ર મિશ્ર, પ્રશાંત લોખંડે અને સંજય પ્રસાદ બેઠકમાં ઓનલાઈન જોડાયા હતા. આ પહેલાં શોધ સમિતિ દ્વારા પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસને સીઇઓનાં નામોની પેનલ સોંપી દીધી હતી. આ ઉપરાંત વર્તમાન ટ્રસ્ટીઓને રામમંદિર બોલાવવામાં આવયા હતા. ત્યાં સર્ચ કમિટીના ત્રણ સદસ્ય જસ્ટિસ પ્રમોદ કોહલી, લેફ્ટ. જનરલ વિષ્ણુકાંત ચતુર્વેદી અને વૈજ્ઞાનિક-ઉદ્યોગપતિ સુરેશ હાવડે પણ પહોંચ્યા હતા. સૌપ્રથમ તેમણે રામલલ્લાના દર્શન કર્યા હતા. આ ઉપરાંત ટ્રસ્ટના પ્રવક્તા અને ટ્રસ્ટ ડીડીના સુધારાના વિષય ઉપર વાતચીત કરવામાં આવી હતી.

ઓપરેશન સિંદૂરમાં પાકને પછડાટ આપી ચૂકયા છે જિતેન્દ્ર મિશ્રા

નવી દિલ્હી, તા. 2 : રામ મંદિર ટ્રસ્ટના નવા સીઇઓ પદે ભારતીય વાયુસેનાના નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાને નિયુક્ત કરવામાં આવ્યા છે. પશ્ચિમ વાયુ કમાન્ડરના એર ઓફિસર કમાન્ડિંગ ઇન-ચીફ તરીકે ફરજ બજાવતા શ્રી મીશ્રાએ ઓપરેશન સિંદૂર દરમ્યાન મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમને દિલ્હી સ્થિત પશ્ચિમ વાયુસેના કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન-ચીફ તરીકે મુકાયા હતા. ઓપરેશન સિંદૂર દરમ્યાન  પાકિસ્તાને ફતહ મિસાઇલથી દિલ્હી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે વાયુસેનાએ સિરસાના આકાશમાં મિસાઇલને તોડી પાડી હતી અને હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. એર માર્શલે પહેલી જાન્યુઆરી, 2025ના ભારતીય વાયુસેનાના પશ્ચિમ વાયુસેના કમાન્ડની કમાન સંભાળી હતી. શ્રી મિશ્રાને 6 ડિસેમ્બર, 1986ના ભારતીય વાયુસેનામાં ફાઇટર પાઇલટ તરીકે કમિશન આપવામાં આવ્યું હતું. તેઓ નેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે, એરફોર્સ ટેસ્ટ પાઇલટ સ્કૂલ, બેંગ્લોર, એર કમાન્ડ એન્ડ સ્ટાફ કોલેજ, યુએસએ અને રોયલ કોલેજ ઓફ ડિફેન્સ સ્ટડીઝ, યુકેના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. ફાઇટર કોમ્બેટ લીડર અને પ્રાયોગિક ટેસ્ટ પાઇલટ તરીકે, એર માર્શલ મિશ્રાને 3,000 કલાકથી વધુ ઉડાનનો અનુભવ છે. 38 વર્ષથી વધુની સેવા કારકિર્દીમાં, તેમણે મહત્ત્વપૂર્ણ કમાન્ડ અને સ્ટાફ નિમણૂકો સંભાળી છે, જેમાં ફાઇટર સ્ક્વોડ્રનના કમાન્ડિગ ઓફિસર, એરક્રાફ્ટ એન્ડ સિસ્ટમ્સ ટેસ્ટિંગ એસ્ટાબ્લિશમેન્ટ (અજઝઊ) ખાતે ચીફ ટેસ્ટ પાઇલટ, બે ફ્રન્ટલાઇન એર બેઝના એર ઓફિસર કમાન્ડિગ, એર હેડક્વાર્ટર (ટઇ) ખાતે ડિરેક્ટર (ઓપરેશનલ પ્લાનિંગ એન્ડ એસેસમેન્ટ ગ્રુપ), પ્રિન્સિપાલ ડિરેક્ટર (અજછ) અને આસિસ્ટન્ટ ચીફ ઓફ ધ એર સ્ટાફ (પ્રોજેક્ટ્સ), કમાન્ડન્ટ અજઝઊ અને ડેપ્યુટી ચીફ ઓફ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (સિદ્ધાંત, સંગઠન અને તાલીમ)નો સમાવેશ થાય છે. તેમની વર્તમાન નિમણૂક સંભાળતા પહેલાં તેઓ ડેપ્યુટી ચીફ ઓફ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (ઓપરેશન્સ) હતા. એર ઓફિસર `અતિ વિશિષ્ટ સેવા મેડલ' અને `િવશિષ્ટ સેવા મેડલ'ના પ્રાપ્તકર્તા કર્યા છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd