મોટા ભાડિયા (તા.
માંડવી), તા. 11 : મોટા ભાડિયાની પ્રતિભાશાળી
ખેલાડી ખીમશ્રી પબુભાઈ ગઢવી (ગેલવા)એ પિસ્તોલ શાટિંગની રાજ્યકક્ષાની સ્પર્ધામાં સુવર્ણચંદ્રક
મેળવ્યો હતો. આ પ્રતિભાવાન ખેલાડીએ ચાર દિવસમાં ત્રણ સ્પર્ધામાં ભાગ લઈ ત્રેમાં સુવર્ણચંદ્ર
મેળવ્યો હતો. અમદાવાદમાં તાજેતરમાં આયોજિત સ્ણર્ધામાં દસ મીટર રેન્જમાં 600માંથી 571 અંક
સાથે ગોલ્ડ જીત્યા બાદ ખીમશ્રી ગઢવીએ પચ્ચીસ મીટર રેન્જમાં 300માંથી 269 અંક
તથા 50 મીટર રેન્જમાં 300માંથી 243 અંક સાથે વિજેતા બની
સુવર્ણચંદ્રક જીત્યો હતો. ઉલ્લેખનીય છે કે,
મોટાભાડિયાની આ ખેલાડીએ આ પહેલાં પંજાબ, દિલ્હી,
મહારાષ્ટ્ર, ગોવા, કેરળ,
મધ્યપ્રદેશ સહિત વિવિધ રાજ્યમાં પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ભાગ લઈ ગોલ્ડ
સહિત ચંદ્રક જીત્યા છે. ચારણ સમાજ અગ્રણીઓએ ખેલાડીને અભિનંદન આપ્યો હતો.