• રવિવાર, 12 જુલાઈ, 2026

વિન્ડિઝની `લેડી ક્રિસ ગેલ' સામે આયર્લેન્ડ ઘૂંટણીયે

નવી દિલ્હી, તા. 11 : વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમે બ્રેડી ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રમાયેલી પહેલી વન ડેમાં  આયર્લેન્ડને નવ વિકેટે હરાવ્યું હતું. વેસ્ટ ઇન્ડિઝની આ મોટી જીતમાં કેપ્ટન હેલી મેથ્યુઝે બાટિંગ અને બોલિંગમાં સારું પ્રદર્શન કર્યું હતું. 270 રનના લક્ષ્યનો પીછો કરતાં હેલીએ એકલા હાથે 159 રનની ઇનિંગ રમી હતી. આ જીત સાથે વેસ્ટ ઇન્ડિઝે ત્રણ મેચની વન ડે શ્રેણીમાં 1-0થી સરસાઈ બનાવી લીધી છે. વેસ્ટ ઇન્ડિઝે મેચમાં ટોસ જીતીને પહેલાં બોલિંગનો નિર્ણય કર્યો હતો. આયર્લેન્ડની મહિલા ટીમે પહેલાં બેટિંગ કરતાં 49 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 269 રન કર્યા હતા. આયર્લેન્ડની એમી હંટરે 90 બોલમાં છ ચોગ્ગાની મદદથી 96 રનની ઇનિંગ રમી હતી. 270 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વિન્ડિઝની ટીમ માટે કેપ્ટન હેલી મેથ્યુઝ અને રીલિયાના ગ્રિમંડે શાનદાર શરૂઆત કરતા પહેલી વિકેટ માટે 258 રન જોડયા હતા. મેથ્યુઝે 123 બોલમાં બે છગ્ગા અને 24 ચોગ્ગાની મદદથી 159 રન કર્યા હતા અને નોટઆઉટ રહી હતી. ગ્રિમંડ સદી ચૂકી હતી અને 91 રને આઉટ થઈ હતી.

Panchang

dd