• રવિવાર, 12 જુલાઈ, 2026

જગન્નાથની 149મી રથયાત્રા : મુખ્યમંત્રીએ તૈયારીઓની કરી સમીક્ષા

અમદાવાદ, તા. 11 : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પરંપરાગત રીતે યોજાતી રથયાત્રા અંતર્ગત ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા આગામી આષાઢી બીજ 16 જુલાઇના દિવસે ઉમંગ અને ઉત્સાહ સાથે શાંતિ, સલામતિ અને સફળતા પૂર્વક પાર પાડવા માટે પોલીસ અને મહાનગરપાલિકા તંત્રની તૈયારીઓની ઝીણવટ પૂર્વકની સમીક્ષા માટે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. રાજ્યમાં વિવિધ સ્થળો જે 230 જેટલી રથયાત્રાઓ નીકળે છે તે શાંતિ પૂર્વક તેમજ કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તેની સંપૂર્ણ તકેદારી રાખવા પોલીસતંત્રને આ બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું. લોકો રથયાત્રાના દર્શન માટે ભીડ ન કરે તે માટેની ચૂસ્ત વ્યવસ્થાઓ કરવા પણ મ્યુનિસીપલ કમિશ્નરને સૂચનાઓ આપી હતી.

Panchang

dd