• રવિવાર, 12 જુલાઈ, 2026

ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયા દુર્ગતિ : 0-4થી શ્રેણી ગુમાવી

નવી દિલ્હી, તા. 11 : ઈંગ્લેન્ડ સામેના અંતિમ ટી20 મેચમાં પણ ભારતીય ટીમ ખાસ પ્રદર્શન કરી શકી નહોતી. ઈંગ્લેન્ડે પહેલા બેટિંગ કરતા બ્રુક અને બટલરની તોફાની ઈનિંગની મદદથી 3 વિકેટે 257 રનનો સ્કોર કર્યો હતો. બ્રુક અને બટલર વચ્ચે બીજી વિકેટ માટે 233 રનની વિશાળ ભાગીદારી થઈ હતી. જેના જવાબમાં ભારતીય ટીમ 20 ઓવરમાં 201 રન જ કરી શકી હતી અને 56 રને હારનો સામનો કરવો પડયો હતો. આ શ્રેણીમાં એક રીતે ભારતીય ટીમનો વ્હાઈટ વોશ જ થયો  છે. પ્રથમ મેચ વરસાદમાં ધોવાઈ અને બાકીની તમામ મેચમાં ભારતને હાર મળી હતી, જેનાથી શ્રેણી 0-4થી હારી છે. આ સાથે ભારતીય ટીમે ટી20માં નંબર વનનો તાજ પણ ગુમાવ્યો હતો. ટીમ ઈંડિયા ટ્રાફિક જામમાં ફસાતાં મેચ પોણો કલાક મોડી શરૂ થઈ હતી. મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને સંજૂ સેમસને ઝડપી શરૂઆત અપાવવાની કોશિશ કરી હતી. બીજી તરફ અભિષેક માત્ર ત્રણ રને આઉટ થયો હતો. સેમસન પણ લાંબી ઈનિંગ રમી શક્યો નહોતો અને 14 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 27 રન કરી શક્યો હતો. દરમિયાન ઈશાન કિશને તોફાની ઈનિંગ રમી હતી. તેણે 35 બોલમાં 56 રનનું યોગદાન આપ્યું હતું અને વિકેટ ગુમાવી બેઠો હતો. કેપ્ટન શ્રેયસ અય્યર પણ 26 રનમાં આઉટ થયો હતો. જેના પરિણામે ભારતીય ટીમ ઉપર દબાણ વધ્યું હતું. શિવમ દુબે પણ 14 રન જ કરી શક્યો હતો. જેનો શિકાર સેમ કર્રને કર્યો હતો. તિલક વર્માએ ભારતની ઈનિંગ આગળ વધારવાનો પ્રયાસ કરતા અર્ધસદી કરી હતી. 25 બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 53 રનનું યોગદાન આપ્યું હતુ. તિલકની વિકેટ બાદ ભારતની હાર નિશ્ચિત થઈ હતી. અંતે ભારતીય ટીમ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 201 રન કરી શકી હતી. આ અગાઉ ઈંગ્લેન્ડની શરૂઆત સારી રહી નહોતી અને ફિલ સોલ્ટની વિકેટ બીજી જ ઓવરમાં ગુમાવી હતી. અહિંયાથી જોસ બટલર અને કેપ્ટન હેરી બ્રુકે તોફાની ડબલ સદીની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી દરમિયાન બટલરે માત્ર 51 બોલમાં સદી ફટકારી હતી. બટલર અને બ્રુક વચ્ચે બીજી વિકેટ માટે 102 બોલમાં 233 રનની ભાગીદારી થઈ હતી. આ ભાગીદારીએ ટીમ ઈન્ડિયાને હતાશ કરી દીધી હતી. બટલરે 64 બોલમાં 131 રન કર્યા હતા. જેમાં 12 ચોગ્ગા અને 8 છગ્ગા સામેલ રહ્યા હતા.બટલર 19મી ઓવરમાં દુબેનો શિકાર બન્યો હતો. શિવમ દુબેએ પછીના બોલે જેકબ બેથલને પણ પેવેલિયન રવાના કર્યો હતો. મેચમાં હેરી બ્રુક 45 બોલમાં ચાર ચોગ્ગા અને 8 છગ્ગા ફટકારી 95 રને નોટઆઉટ રહ્યો હતો. જેની મદદથી ઈંગ્લેન્ડે 20 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાને 257 રન કર્યા હતા.

Panchang

dd