• રવિવાર, 12 જુલાઈ, 2026

આડેસરના પૂર્વ તલાટીઓ સામે કાર્યવાહી કરવા વિજિલન્સ કમિશનર કક્ષાએ રજૂઆત

માધાપર (તા. ભુજ), તા. 11 : વર્ષ 2016-17થી 2022-23 દરમ્યાન રાપર તાલુકાના આડેસર ગામે ફરજ દરમ્યાન ઉચાપત કરનારા પૂર્વ તલાટીઓ સામે કાર્યવાહી કરવા વિજિલન્સ કમિશનર કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. અરજદાર રમણિક કોટકે વિજિલન્સ કમિશનરને પાઠવેલા પત્રમાં જણાવ્યા અનુસાર વર્ષ 2016-17થી 2022-23 દરમ્યાન રાપર તાલુકાના આડેસર ગ્રામ પંચાયતમાં ફરજ બજાવી ગયેલા તલાટીઓએ તત્સમયના સરપંચો સાથે મળી 77 લાખથી વધુની ઉચાપત કરી હતી જેને તત્કાલીન કચ્છના ડીડીઓ દ્વારા કસૂરવાર ઠેરવી તેમની સામે કાર્યવાહી કરવા મહેકમ શાખાને સૂચના આપી હતી તેમજ વિકાસ કમિશનરે પણ ગેરરીતિ અંગે વહેલી તકે કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. તેમ છતાં આ તલાટીઓ વિરુદ્ધ કોઇ કાર્યવાહી થઇ ન હોવાથી વહેલી તકે શિક્ષાત્મક કાર્યવાહી કરવા માંગ કરી છે.

Panchang

dd