• બુધવાર, 08 જુલાઈ, 2026

ભુજમાં કોઈ પણ સ્થળે પાણી ન ભરાય તે માટે નગરપાલિકાનો વ્યાયામ

ભુજ, તા. 7 : વરસાદ દરમ્યાન ભુજ શહેરમાં કોઈ પણ સ્થળે પાણી ન ભરાય તે માટે નગરપાલિકાએ વ્યાયામ આદર્યો છે, જેમાં 11 વોર્ડમાં અલગ-અલગ ટીમ બનાવી જે વિસ્તારમાં પાણી ભરાય છે ત્યાંના નગરસેવકો, સ્થાનિકો, અગ્રણીઓને મળી પાણી નિકાલના પ્રયત્નો હાથ ધરવા આયોજન કર્યું છે. આ અંગે માહિતી આપતાં ભુજ સુધરાઈના અધ્યક્ષ શીતલ શાહે જણાવ્યું હતું કે, દર ચોમાસે ભુજના અલગ-અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા રહેતી હોય છે, લોકોને મુશ્કેલી સાથે તેમજ ઘરવખરીને હાનિ પહોંચતી હોય છે. આ સમસ્યા ન સર્જાય તે માટે સાથી હોદ્દેદારો અને નગરસેવકો સાથે ભુજના 11 વોર્ડ માટે આયોજન ઘડાયું છે. જેમાં વોર્ડ મુજબ સુધરાઈના કર્મીઓ નક્કી કરાયા છે, જે અલગ-અલગ વિસ્તારોમાં જઈ જે સ્થળે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે ત્યાં રહેવાસીઓ તેમજ અગ્રણીઓ-આગેવાનોનો સંપર્ક કરી પાણી નિકાલ માટેના ઉપાયો જાણશે. આ કર્મીઓ સાથે સુધરાઈના અન્ય પદાધિકારીઓ,નગરસેવકો અને સ્ટાફ સાથે રહી સમસ્યા ઉકેલવા પ્રયત્નો હાથ ધરશે. - ભુજ નગરપાલિકાના કર્મચારીઓને હાલની કામગીરી ઉપરાંત પ્રિ-મોન્સૂન તથા ડિઝાસ્ટર માટેની વધારાની કામગીરી સોંપાઈ છે તેમજ શહેરમાં ચોમાસાંની સિઝન દરમ્યાન પાણી ભરાઈ જવાની, નાળાં સફાઈની કામગીરી પર સુપરવિઝન, સફાઈ, ગટરલાઈન, ચોકઅપ થઈ જવા કામે આવતી ફરિયાદો, રજૂઆતોનો નિકાલ કરવાનો રહેશે. - મહિપાલસિંહ ઝાલા, હુજાજ કુરેશી, હેમરાજ ગઢવી વોર્ડ નં. 1 અને 2 - પ્રજ્ઞેશ મકવાણા, ધ્રુવ દરજી, નિખિલ ધામાણી વોર્ડ નં. 3 - મેહુલ ગોસ્વામી   વોર્ડ નં. 4 અને 10 - જયદીપસિંહ ઝાલા, હરપાલસિંહ જાડેજા, વોર્ડ નં. 5 અને 6 - વત્સલ ગુંસાઈ વોર્ડ નં. 7 અને 8 - મિલન ગંધા વોર્ડ નં. 9 અને 11 - કિશોર શેખા, દક્ષેશ એન. ભટ્ટ સ્થળાંતર માટેની  કામગીરી તથા ભોજન વ્યવસ્થા. - વિવેક જોષી, મનદીપ સોલંકીડ્રેનેજ તથા પાણી નિકાલની કામગીરી  

Panchang

dd