• બુધવાર, 08 જુલાઈ, 2026

મુંદરામાં અજાણ્યા યુવાનની લાશ મળી

ભુજ, તા. 7 : આજે સવારે મુંદરામાં અંદાજે 20થી 30 વર્ષના અજાણ્યા યુવાનની લાશ મળી હતી. આ અંગે મુંદરા પોલીસ પાસેથી મળેલી વિગતો મુજબ આજે સવારે 9:30 વાગ્યે રંગોલી ગેટ-મોમાય હોટલ પાસે અંદાજે 20થી 30 વર્ષના યુવાનની લાશ મળી હતી. આ અજાણ્યા યુવાને અડધી બાંયનું બ્લેક ટી-શર્ટ પહેર્યું છે અને હાથ ઉપર `જઈંજઇંઈંછ' ત્રોફાવેલું છે. ઈજાના કોઈ નિશાન નથી. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આ અજાણ્યા યુવાનની ઓળખ જાણવા છાનબીન કરી છે. 

Panchang

dd