• બુધવાર, 08 જુલાઈ, 2026

નિંગાળમાં જુગાર રમતા 10 ખેલીની ધરપકડ

ગાંધીધામ, તા. 7 : અંજારના નિંગાળમાં જાહેરમાં જુગાર રમતા 10 ખેલીને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 41,450 જપ્ત કર્યા હતા. નિંગાળ ગામમાં અમાબેન મામદ બાફણના ઘરની બહાર શેરીમાં અમુક શખ્સો જુગાર રમતા હોવાની પૂર્ણ બાતમીના આધારે પોલીસ અહીં ત્રાટકી હતી અને ગંજીપાના વડે નસીબ  અજમાવતા સદામ સુલતાન થૈયમ, મામદ બાવલા પઢિયાર, અજરુદ્દીન યાકુબ કેવર, શબ્બીર ઓસમાણ જત, અકબર મીઠુ સંઘાર, નવઘણ વેલા ગુજરિયા, હારૂન બુઢા બાફણ, સુલેમાન ઈબ્રાહીમ મથડા, ઈરફાન ફકીરમામદ સંઘાર તથા સુલતાન ઓસમાણ જામ નામના ખેલીઓને ઝડપી પાડયા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 41,450, 8 મોબાઈલ, એક્ટિવા નંબર જીજે-12-ઈક્યુ-8607 તથા બાઈક નંબર જીજે-12-ડીપી-9308 એમ કુલ રૂા. 1,09,450નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. 

Panchang

dd