• બુધવાર, 08 જુલાઈ, 2026

પોર્ટુગલની હાર સાથે રોનાલ્ડોની વિશ્વકપની સફર પૂરી

આર્લિંગ્ટન (ટેક્સાસ), તા. 7 : દિગ્ગજ ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું ફિફા વર્લ્ડકપ જીતવાનું સપનું તૂટયું છે. રોનાલ્ડોની ટીમ પોર્ટુગલ સ્પેન વિરુદ્ધ તીવ્ર રસાકસી પછી આખરી મિનિટોમાં હારીને વિશ્વકપની બહાર થઇ છે. રાઉન્ડ-16ની મેચમાં સ્પેનનો 1-0થી દિલધડક વિજય થયો હતો અને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી, જ્યાં તેની ટક્કર બેલ્જિયમ વિરુદ્ધ શુક્રવારે થશે. પોર્ટુગલની હાર બાદ રોનાલ્ડો મેદાન પર રડી પડયો હતો. 41 વર્ષીય આ મહાન ખેલાડીની વિશ્વકપ સફર સમાપ્ત થઇ છે. જો કે, તેણે હજુ સુધી ઈન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી નથી.  પોર્ટુગલ સામેની મેચમાં એકમાત્ર ગોલ સ્પેનના સબ્સ્ટીટયૂટ ખેલાડી મિકેલ મેરિનોએ 91મી મિનિટે કર્યો હતો, જે નિર્ણાયક બની રહ્યો હતો અને સ્પેન ટીમનો 1-0થી રોમાંચક વિજય થયો હતો. આ મેચમાં બન્ને ટીમના ખેલાડીઓએ ગોલના એકથી વધુ મોકા ગુમાવ્યા હતા. બીજી તરફ બન્ને ટીમના ગોલકીપરે શાનદાર દેખાવ કર્યે હતો.  

Panchang

dd