• બુધવાર, 08 જુલાઈ, 2026

બેલામાં ત્રણ દબાણ તોડી પાડવામાં આવ્યાં

ભુજ, તા. 7 : કચ્છના ગ્રામ્ય કે શહેરી વિસ્તારોમાં સરકારી જમીનો ઉપર અસામાજિક તત્ત્વો દ્વારા કરવામાં આવેલાં દબાણ ઉપર સવાર પડે ને બુલડોઝર ફરી રહ્યા છે. આજે રાપર તાલુકાનાં બેલા ગામે ત્રણ ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યાં હતાં. ભચાઉના પ્રાંત અધિકારીની એક યાદીમાં જણાવાયા પ્રમાણે આજે બેલા ગામે ત્રણ અલગ-અલગ જગ્યાએ બિનઅધિકૃત રીતે સરકારી જમીનનો કબજો કરવામાં આવ્યો હતો, તેને તોડી પાડી ભૂમિ ખુલ્લી કરવામાં આવી હતી.  કલેક્ટર અનિલ રાણાવસિયાનાં માર્ગદર્શન તળે તાલુકા વિકાસ અધિકારી-રાપર દ્વારા પોલીસની મદદ લઈ બેલા ગામ ખાતે સરકારી/ગામતળની જમીન ઉપર બિનઅધિકૃત રીતે બાંધકામ / દબાણ એક ધાર્મિક તથા બે કોમર્શિયલ જગ્યા જેનું ક્ષેત્રફળ 2500 ચો.મી. બાંધકામ, જેની બજારકિંમત અંદાજે રૂા.3,00,000 થાય છે, તે તોડી પડાયું હતું.  તેમજ અન્ય જગ્યાએ 120 ચો.મી. બાંધકામ જેની અંદાજે બજારકિંમત રૂા.1,00,000  અને 120 ચો.મી. બાંધકામ જેની અંદાજે બજારકિંમત રૂા. 1,00,000 તે પેશકદમી વહીવટી તંત્ર દ્વારા દૂર કરવામાં આવી હતી.કુલ 2740 ચો.મી. કિંમતી સરકારી  / ગામતળની જમીન જેની કુલ બજારકિંમત રૂા. 5,00,000 થવા જાય છેતેવું આ યાદીમાં જણાવવામાં આવ્યું હતું. 

Panchang

dd