• બુધવાર, 08 જુલાઈ, 2026

અમેરિકા વિરુદ્ધ 4-1 ગોલની શાનદાર જીતથી બેલ્જિયમ ક્વાર્ટર ફાઇનલમાં

સિએટલ, તા. 7 : ફિફા વર્લ્ડકપના રાઉન્ડ-16માં બેલ્જિયમે જોરદાર દેખાવ કરીને સહયજમાન ટીમ અમેરિકાને 4-1 ગોલથી હાર આપી ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ હાર સાથે વિશ્વકપની ત્રણેય યજમાન ટીમ (કેનેડા, મેક્સિકો અને અમેરિકા) બહાર થઇ છે. પાછલા પાંચ વિશ્વકપમાં ચોથીવાર અમેરિકી ટીમ રાઉન્ડ-16નો અવરોધ પાર કરી શકી નથી. બેલ્જિયમ તરફથી ચાર્લ્સ ડી કેટેલેરે 9 અને 33મી મિનિટે બે ગોલ કર્યા હતા. પ7મી મિનિટે હેંસ વનાકેને લાંબાં અંતરથી બેલ્જિયમ માટે ગોલ કર્યો હતો. બેલ્જિયમ તરફથી ચોથો ગોલ ઇન્જરી ટાઇમમાં 91મી મિનિટે અનુભવી ખેલાડી રોમેલુ લુકાકુએ કર્યો હતો. અમેરિકા તરફથી એકમાત્ર ગોલ મેચની 31મી મિનિટે મલિક ટિલમેને કર્યો હતો. તેના ગોલથી અમેરિકી ટીમ 1-1ની બરાબરી પર આવી હતી, પણ બાદમાં બેલ્જિયમે વધુ 3 ગોલ કરી એકતરફી જીત નોંધાવી હતી. બેલ્જિયમના રોમેલુ લુકાકુ અને બીજા ખેલાડીઓએ જીત બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સ્ટાઇલમાં ડાન્સ કર્યો હતો. 

Panchang

dd