• મંગળવાર, 30 જૂન, 2026

ફીફા વર્લ્ડ કપ : રાઉન્ડ-16માં પહોંચનારી કેનેડા પહેલી ટીમ

લોસ એન્જિલ્સ, તા.29: ફૂટબોલ વર્લ્ડ કપ-2026ના રાઉન્ડ-16માં પહોંચનારી પહેલી ટીમ કેનેડા બની છે. ગઇકાલે રાત્રે રમાયેલા પહેલા રાઉન્ડ-32ના મેચમાં દ. આફ્રિકા વિરુદ્ધ કેનેડાનો આખરી ક્ષણોમાં 1-0 ગોલથી દિલધડક વિજય થયો હતો. આ સાથે જ કેનેડાએ વિશ્વ કપ ઈતિહાસમાં પહેલીવાર નોકઆઉટ રાઉન્ડમાં જીત મેળવી છે. આ પહેલા કેનેડા 1986 અને 2022ના વિશ્વ કપમાં ગ્રુપ સ્ટેજથી આગળ વધ્યું ન હતું. દ. આફ્રિકા અને કેનેડા વચ્ચે છેલ્લે સુધી રસાકસી થઇ હતી. નિર્ધારિત 90 મિનિટ સુધી બન્ને ટીમ ગોલ કરી શકી ન હતી. ઇન્જરી ટાઇમ એટલે કે 90 પ્લસ 2 મિનિટે કેનેડાના કપ્તાન સ્ટીફન યૂસ્ટાક્વિયોએ ગોલ કરીને પોતાની ટીમને યાદગાર જીત અપાવી હતી. આથી કેનેડાનો દ. આફ્રિકા સામે 1-0થી વિજય થયો હતો. આફ્રિકી ટીમ વિશ્વ કપની બહાર થઇ છે. રાઉન્ડ-32માં ભારતીય સમય અનુસાર આજે રાત્રે અને મંગળવારે સવારે કુલ 3 મેચ રમાશે. જેમાં પહેલા મેચમાં બ્રાઝિલ સામે જાપાન હશે જ્યારે જર્મની વિ. પરાગ્વેની ટક્કર થશે. સવારે 6-30થી નેધરલેન્ડ અને મોરકકો વચ્ચેનો મેચ શરૂ થશે. આ મેચની વિજેતા ટીમ રાઉન્ડ-16માં કેનેડા સામે ટકરાશે.

Panchang

dd