• મંગળવાર, 31 માર્ચ, 2026

પાકિસ્તાન લીગમાં દડા સાથે છેડછાડની લાંછનરૂપ ઘટના

લાહોર, તા. 30 : પાકિસ્તાન ક્રિકેટ લીગ (પીએસએલ)માં બોલ ટેમ્પરિંગનો મામલો સામે આવ્યો છે. દડા સાથે છેડછાડની ઘટના રવિવારે લાહોર કલંદર્સ અને કરાચી કિંગ્સ વચ્ચેની મેચ દરમિયાન ઘટી હતી. આથી મેચનું પરિણામ બદલાયું હતું અને પાક.ના સ્ટાર ક્રિકેટર ફખર જમાન પર કડક પગલાં તોળાઈ રહ્યાં છે. કરાચી કિંગ્સ ટીમને જીત માટે અંતિમ ઓવરમાં 14 રનની જરૂર હતી. આ વખતે લાહોર ટીમના કપ્તાન શાહિન અફ્રિદી, હારિસ રઉફ અને ફખર જમાન દડો લઈને ચર્ચા કરી રહ્યા હતા ત્યારે અમ્પાયરને શંકા જતાં દડાની તપાસ કરી હતી, જેમાં દડા સાથે છેડછાડ જોવા મળી હતી. આથી લાહોર ટીમ પર પાંચ રનની પેનલ્ટી લગાવી દીધી હતી. આથી કરાચીનું જીતનું સમીકરણ 14 રનની ઘટી 9 રન પર આવી ગયું હતું. અંતિમ ઓવરમાં અબ્બાસ અફ્રિદીએ છગ્ગો-ચોગ્ગો ફટકારી કરાચી કિંગ્સને જીત અપાવી હતી. મેચ પછી પીસીબીએ ફખર જમાનને મુખ્ય આરોપી ગણી લેવલ-3નો ચાર્જ લગાવ્યો છે. તે દોષી સાબિત થશે, તો અમુક મેચનો તેના પર પ્રતિબંધ મુકાશે. આ વિવાદથી પાકિસ્તાન ક્રિકેટ ફરી એકવાર દુનિયાભરમાં બદનામ થયું છે.

Panchang

dd