ગાંધીધામ,
તા. 30 : વૈશ્વિક પ્રતિકુળ પરિસ્થિતિ
વચ્ચે ડીપીએ દ્વારા 158.60 મીલીયન મેટ્રીક ટન કાર્ગો હેન્ડલ
કરી મેળવેલી વિશિષ્ટ સિધ્ધી બદ ગાંધીધામ ચેમ્બર દ્વારા ડીપીએ પ્રશાસનને અભિનંદન પાઠવ્યા હતાં.ટ્રેડ વૃધ્ધી
માટે લેવાયેલા વિવિધ પગલાઓ થક ડીપીએ નવા માપદંડો સ્થાપિત કરતું હોવાનું ચેમ્બરે
જણાવ્યું હતું. ચેમ્બર પ્રમુખ તેજા કાનગડે આ પ્રસંગે જણાવ્યું હતું કે આ ઉત્કૃષ્ટ
સિદ્ધિ ડીપીએ ચેરમેનની ટ્રેડને પ્રોત્સાહિત કરતી અને માળખાકીય સુવિધાઓ પ્રદાન કરતી
નીતિ, દુરંદેશી
નેતૃત્વ, કાર્યક્ષમ કામગીરી અને ભારતના મેરિટાઈમ ક્ષેત્રને
મજબૂત બનાવવા માટેની અડગ પ્રતિબદ્ધતાનું પ્રતાબિંબ છે. ચેમ્બર માનદ મંત્રી મહેશ
તિર્થાણીએ ચેરમેન અને પોર્ટ પ્રસાશનના પ્રોએક્ટીવ અને સકારાત્મક અભિગમના કારણે
ડીપીએ દેશના પ્રથમ ક્રમાંકિત પોર્ટ તરીકે નવા ઉચ્ચ લક્ષ્યાંકો પ્રાપ્ત કરી રહ્યું
હોવાનું જણાવ્યું હતું.પ્રતિનિધિ મંડળમાં ચેમ્બરના સભ્ય એસ. બાલાજી નાયડુ અને
રેન્કર્સ ઈન્ટરનેશનલના એન.ટી. રાયડુ ઉપસ્થિત રહ્યા હતા.