• મંગળવાર, 31 માર્ચ, 2026

ગ્રીન બોલિંગ નથી કરતો, તો ઓસ્ટ્રેલિયાને પૂછો : રહાણે

મુંબઇ, તા. 30 : કોલકાતા નાઇટ રાઇડર્સે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીનને ઓક્શનમાં 2પ.20 કરોડમાં ખરીદ્યો હતો, પણ આઇપીએલની પહેલી મેચમાં તેણે બોલિંગ કરી ન હતી. કેકેઆરના કપ્તાન અજિંક્ય રહાણેએ ટીમ સંતુલન પર આની અસર પડી હોવાનું સ્વીકારી કહ્યું કે, ગ્રીન શા માટે બોલિંગ નથી કરી રહ્યો તે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)ને પૂછો. આ સામે સીએના પ્રવક્તાએ જણાવ્યું છે કે, ગ્રીનની પીઠના નીચેના હિસ્સામાં ઇજા છે. જેની સારવાર ચાલી રહી છે. આથી તેણે કેટલોક સમય બોલિંગથી દૂર રહેવું પડશે. તે કદાચ 10-1પ દિવસમાં વાપસી કરી શકે છે. કેકેઆર ફ્રેન્ચાઇઝીને આ જાણકારી પહેલા જ આપી દેવામાં આવી હતી. તેઓને બધી ખબર છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે, કેકેઆરના બોલર્સ ગઇકાલની મેચમાં 220 રનના સ્કોરનો બચાવ કરી શક્યા ન હતા. મુંબઇ ઇન્ડિયન્સે પાંચ દડા બાકી રાખી ચાર વિકેટે વિજય લક્ષ્યાંક આસાનીથી હાંસલ કરી લીધો હતો. જે વિશે કેકેઆરના કપ્તાન રહાણેએ સ્વીકાર્યું કે, અમે  બોલિંગ સમસ્યાથી પહેલાથી પરેશાન છીએ. એક એકસ્ટ્રા ઝડપી બોલરની જરૂર હતી, જે ગ્રીન પૂરી કરે શકે છે, પણ હાલ તે બોલિંગ કરવાની સ્થિતિમાં નથી. તે જલ્દીથી એક્શનમાં જોવા મળશે તેવી આશા છે.

Panchang

dd