• મંગળવાર, 31 માર્ચ, 2026

-તો અમેરિકી સૈનિકો શાર્કનું ભોજન બની જશે

નવી દિલ્હી, તા. 30 : લોહિયાળ યુદ્ધને એક મહિના જેટલો સમય થયા પછીયે દુનિયાભરને દઝાડતી આગ ઠંડી પડી નથી. આક્રમક ઈરાને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો શાંતિ પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો. ઈરાને ચેતવણી આપતાં કહ્યું હતું કે, અમેરિકી સેના જમીન પર પગ રાખશે, તો શાર્કનું ભોજન બની જશે. બીજી તરફ ટ્રમ્પે ઈરાનને અંતિમ ચેતવણી આપી હતી કે, અમેરિકા સૈન્ય અભિયાન ખતમ કરવા ગંભીર ચર્ચા કરવા ઈચ્છે છે, પરંતુ જો સમજૂતીમાં ઈરાન નહીં સમજે તો તેનું અસ્તિત્વ ખતમ કરી નાખશું. હોર્મુઝ ખાડી વેપાર માટે તરત નહીં ખોલાય તો ખર્ગ ટાપુ પર કબજો કરવા સાથે તેલના કૂવા, પાવર પ્લાન્ટ ઉડાવી દેવાની ધમકી પણ અમેરિકી રાષ્ટ્રપતિએ આપી હતી. ઈરાને વાતચીતની ઓફર ફગાવતાં કહ્યંy હતું કે, વાતચીતનો દેખાડો કરીને અમેરિકા વાસ્તવમાં સૈન્ય કાર્યવાહીની જમીન તૈયાર કરી રહ્યું છે. ટ્રમ્પે પહેલાં દાવો કર્યો હતો કે, ઈરાન તેમની શરતો માની ગયું છે અને આ સંદેશ પાકિસ્તાનના માધ્યમથી પહોંચ્યો હતો, પરંતુ ઈરાન ઊલટું ઉશ્કેરાઈ ગયું હતું. અમેરિકાની સંભવિત સૈન્ય કાર્યવાહી પર બેહદ આક્રમક પ્રતિક્રિયારૂપે ઈરાને ચેતવણી આપી હતી કે, અમેરિકી સેના જમીન પર પગ રાખશે, તો હોર્મુઝની શાર્કનું ભોજન બની જશે. અંતિમ ચેતવણી આપતાં ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકા ઈરાન પર તેની કાર્યવાહીને ભયાનક અંજામ સુધી લઈ જશે.

Panchang

dd