• મંગળવાર, 31 માર્ચ, 2026

ટીંડલવા પોષડેડા પ્રકરણે એક આરોપીના જામીન મંજૂર

ગાંધીધામ, તા. 30 :  રાપરના ટીંડલવા પોષડોડા પ્રકરણે ચાર્જશીટ બાદ એક આરોપીના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. ટીંડળવામાં પોલીસે મનજી રવજી ગોહિલને પોષડેડાના જથ્થા સાથે પકડી પાડયો હતો. જેમાં શેરસિંહ મહાદાનસિંહ પઢિયારનું નામ ખુલ્યું હતું. બાદમાં તપાસ દરમ્યાન લાલજી કરમશી રાવરિયાનું નામ ખુલતા પોલીસે આ આરોપીની અટક કરી હતી. આ કેસમાં પોલીસે ગાંધીધામની કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. દરમ્યાન લાલજી રાવરિયાએ જામીન મુક્ત થવા અરજી કરી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ન્યાયાધીશે જામીન મુક્ત કર્યા હતા. આ કેસમાં આરોપી વતી ધારાશાત્રી હિતેન્દ્રસિંહ બી. વાઘેલા, જયેન્દ્રસિંહ એન. વાઘેલા, નરેન્દ્રસિંહ બી. જાડેજા, અશ્વિન આર., વિજયભા પી. ગઢવી, કલ્પેશ એન. વાણિયા, હરપાલસિંહ કે. જાડેજા હાજર રહ્યા હતા.

Panchang

dd