નખત્રાણા, તા. 30 : રાજ્યના
માર્ગ-મકાન (પ) વિભાગ હસ્તકના અબડાસા તાલુકાના વિવિધ મહત્વના ગામોને જોડતા રસ્તા
પુલ રૂા. 15.38 કરોડના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય
પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે કરાયું હતું. પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય
સરકારે વિકાસ ક્ષેત્રે દુર્ગમ કચ્છ પ્રદેશની સિકલ બદલી નાખી છે. હરણફાળ
વિકાસકામોનું પૂર્ણ થવા છતાં વિકાસની ભૂખ કયારેય પૂર્ણ થતી નથી જેને અનુલક્ષીને
હજી પણ કચ્છમાં અનેક વિકાસકામોને આગળ વધારવાની નેક વ્યક્ત કરી હતી. પ્રદ્યુમનસિંહ
જાડેજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વિશેષ આભાર
માન્યો હતો. બેરમોટી, ઉકીર રોડ, કરમટારોડ,
સુખપર (સાયડા) રોડ સહિતના ખાતમુહૂર્તો પ્રસંગે તા. ભાજપના પ્રમુખ
જયદીપસિંહ જાડેજા જિ. ભાજપ મંત્રી પરેશ ભાનુશાલી, મહાવીરસિંહ
જાડેજા, તા. ભાજપના મહામંત્રી ગોપાલ ગઢવી, વિનય રાવલ, છત્રસિંહ જાડેજા, સૈયદ
કાદરછા બાવા, અનુભા જાડેજા, હર્ષરાજસિંહ
જાડેજા, કૃષ્ણસિંહ જાડેજાએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા.
અબડાસા વિસ્તારમાં સિંચાઈના પાણીની મોટી લાઈનો નાખવાનું કામ પ્રગતિમાં છે. ત્રીજા
ચરણમાં મણિયારા ગઢ સુધી અબડાસા પાણી પહોંચતા થશે તેવું આગેવાનોએ જણાવ્યું હતું.
બેર, વાયોર, કરમટા, સુખપર (સાયદ) બુડીયા સહિતના ગામોના કાર્યક્રમોમાં સંચાલન ગોપાલભાઈ ગઢવીએ
કર્યું. બેરમોટી ખાતે આભારવિધિ અનુભા જાડેજાએ કરી વાયોર ગામે સુખદેવસિંહ જાડેજા,
કરમટા ગામે રાજેશભાઈ રબારી સુખપર ગામે અશોકપુરી ગોસ્વામી, ભુડીયા ગામે આમદભાઈ કુંભાર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. ઉકીરના સરપંચ
કેરઅલી હાજી હસણ, વાયોરના સરપંચ પ્રભાતસિંહ સતુભા, ફુલાયના સરપંચ લાલુભા પઢીયાર તથા આગેવાનો સાહેબજી જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, કુંભાર ઈમરાન મારા, નારેભા જાડેજા, છગનભાઈ જોશી, ડાયાલાલ
બળિયા, ઉપસ્થિત રહ્યા હતા.