• મંગળવાર, 31 માર્ચ, 2026

ભુજમાં 90 શરાબની બોટલ સાથે શખ્સ પકડાયો

ભુજ, તા. 30 : શહેરના આરટીઓ રિલેકેશન રાજગોર સમાજવાડી પાસે ટુ વ્હીલરમાં દારૂ લઈ જતા શખ્સને શરાબની 90 બોટલ સાથે પોલીસે ઝડપી લીધો હતો. ગઈકાલે રાતે માધાપર પોલીસ પેટ્રોલિંગમાં હતી, ત્યારે મધ્યરાતે બાતમી મળી કે, નળવાળા સર્કલ પાસેથી ટુ વ્હીલરમાં દારૂ લઈને શખ્સ નીકળ્યો છે. આથી બે સૂટકેસ સાથે નીકળેલા ટુ વ્હીલરને રોકવા ઈશારો કરતાં તે ભુજ બાજુ નાસ્યો હતો અને બાદમાં આરટીઓ રિલોકેશન સાઈટમાં રાજગોર સમાજવાડી તળાવ પાસે એક્સેસ ટુ વ્હીલર્સ નં. જીજે-12-એચએફ-5321 કિં. રૂા. 25,000માં શરાબ જીનની 48 બોટલ કિં. રૂા. 52,800 તથા વ્હીસ્કીની 42 બોટલ કિં. રૂા. 50,400, એક મોબાઈલ કિં. રૂા. 10,000 એમ કુલ રૂા. 1,38,200ના મુદ્દામાલ સાથે સાહિલ ઉર્ફે સચિન રમેશગર ગોસ્વામી (રહે. ભુજ)ને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Panchang

dd