નલિયા, તા. 30 : નલિયા-માંડવી
નેશનલ હાઈવે પર તુતરા અને ડુમરા ગામ વચ્ચે આજે એક મોટરસાઈકલ સ્લીપ થઈ જતાં ગંભીર
અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક પર સવાર બે યુવાનો લોહીલુહાણ થયા હતા, જે પૈકી એક યુવકની હાલત
અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત થતાં જ સ્થાનિક આગેવાનો અને લોકો
મદદ માટે દોડી આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સ મારફતે બંને
ઈજાગ્રસ્તોને તાત્કાલિક માંડવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી
રહી હોવાનું જાણવા મળ્યું છે.