• મંગળવાર, 31 માર્ચ, 2026

ચેન્નાઇ સામે રાજસ્થાનનો વૈભવી વિજય

ગુવાહાટી, તા. 30 : પહેલાં બોલરોના શાનદાર દેખાવ બાદ 1પ વર્ષીય વૈભવ સૂર્યવંશીની 1પ દડામાં આતશી અર્ધસદીની મદદથી ચેન્નાઇ સુપર કિંગ્સ સામે રાજસ્થાન રોયલ્સનો 8 વિકેટે રોયલ વિજય થયો હતો. 128 રનનો મામૂલી વિજય લક્ષ્યાંક રાજસ્થાને 12.1 ઓવરમાં બે વિકેટે હાંસલ કરી લીધો હતો. વૈભવ સૂર્યવંશીએ 17 દડામાં 4 ચોગ્ગા-પ છગ્ગાથી બાવન રન કર્યા હતા. યશસ્વી 38 રને અને પરાગ 14 રને નોટઆઉટ રહ્યા હતા. જુરેલ 18 રને આઉટ થયો હતો. રાજસ્થાન રોયલ્સની ઘાતક બોલિંગ સામે ચેન્નાઇ સુપર કિંગ્સની બેટિંગ લાઇનઅપ નતમસ્તક થઇ હતી. આઠમા ક્રમના ખેલાડી જેમિ ઓવરટનના લડાયક 43 રનની મદદથી સીએસકે ટીમનો સંપૂર્ણ ધબડકો અટકી ગયો હતો અને 19.4 ઓવરમાં 127 રનનો સામાન્ય સ્કોર થયો હતો. ઓવરટન અંતિમ વિકેટના રૂપમાં આઉટ થયો હતો. તેણે ઇનિંગ્સની સૌથી મોટી 33 રનની ભાગીદારી 10મી વિકેટમાં અંશુલ કમ્બોજ (7)ના સહયોગમાં કરી હતી. ઓવરટન 36 દડામાં 2 ચોગ્ગા-2 છગ્ગાથી 43 રને રનઆઉટ થયો હતો. રાજસ્થાન તરફથી જોફ્રા આર્ચર, નાંદ્રે બર્ગર અને રવીન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી. સીએસકે તરફથી પ્રથમ મેચ રમી રહેલો સેમસન છ રને બોલ્ડ થયો હતો. કેપ્ટન ગાયકવાડ પણ છ, આયુષ મ્હાત્રે ઝીરો, મેથ્યૂ શોર્ટ બે, સરફરાઝખાન 17, કાર્તિક શર્મા 18 અને શિવમ દૂબે છ રને આઉટ થયા હતા.

શાબાશ સૂર્યવંશી... ગુવાહાટીમાં સોમવારે ચેન્નાઈ સામે રાજસ્થાન વતી માત્ર 15 દડામાં અર્ધસદી કરનાર વૈભવ સૂર્યવંશીએ 17 દડામાં ચાર ચોગ્ગા, પાંચ છગ્ગા સાથે બાવન રન કરી રમતરસિકોને મુગ્ધ કરી દીધા હતા.

Panchang

dd