નવી દિલ્હી, તા.16: અઝમતઉલ્લાહ
ઓમરઝાઇના ઓલરાઉન્ડ દેખાવથી અફઘાનિસ્તાને ગ્રુપ ડીની મેચમાં રસાકસી બાદ યુએઇ ટીમને
હાર આપી હતી. અફઘાન ટીમે વર્તમાન ટી-20 વિશ્વ કપમાં જીતનો સ્વાદ ચાખીને
તેની સુપર-8 રાઉન્ડની રહી-સહી આશા જીવંત રાખી છે. યુએઇ વિરુદ્ધ
અફઘાનિસ્તાનનો 4 દડા બાકી રહેતા પ વિકેટે વિજય થયો હતો. 161 રનનો
વિજય લક્ષ્યાંક અફઘાન ટીમે 19.2 ઓવરમાં પ વિકેટ ગુમાવી હાંસલ કરી
લીધો હતો. પ્લેયર ઓફ ધ મેચ ઓમરઝાઇએ 1પ રનમાં 4 વિકેટ
લીધી હતી અને અણનમ 40 રન કર્યાં હતા. ગ્રુપ ડીમાં અફઘાનિસ્તાનના 3 મેચ પછી
1 વિજયથી
બે અંક થયા છે અને પોઇન્ટ ટેબલ પર ત્રીજા સ્થાને છે. 161 રનનો
વિજય લક્ષ્યનો પીછો કરી રહેલ અફઘાન ટીમ તરફથી ઇબ્રાહિમ જારદાને 41 દડામાં
6 ચોગ્ગા-1 છગ્ગા
સાથે પ3 રન, ડરવિશ રસૂલીએ 33 રન અને ઓમરઝાઇએ 21 દડામાં
2 ચોગ્ગા-3 છગ્ગા
સાથે અણનમ 40 રન કર્યાં હતા. યુએઇ તરફથી ઝુનૈદ સિદીકી અને મુહમ્મદ
ઈરાફાનને 2-2 વિકેટ મળી હતી. આ પહેલા યુએઇના 20 ઓવરમાં
9 વિકેટે
160 રન
થયા હતા. જેમાં સોહેબ ખાનના 48 દડામાં 6 ચોગ્ગા
- 4 છગ્ગા
સાથ 68 અને આલીશાન શરાફુના 40 રન મુખ્ય હતા. અફઘાનિસ્તાન તરફથી
ઓમરઝાઇની 4 વિકેટ ઉપરાંત મુજીબ ઉર રહેમાનની 2 વિકેટ
હતી.