• મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2026

ભચાઉમાં યુવાને ફાંસો ખાઇ જીવ દીધો

ગાંધીધામ, તા. 16 : ભચાઉમાં દરબારગઢ રોડ મહાલક્ષ્મી મંદિર પાસે રહેનાર મુકેશ રામજી પ્રજાપતિ (ઉ.વ. 36)એ ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ભચાઉમાં મહાકાલી મંદિર પાસે કારિયાધામમાં રહેતો મુકેશ પ્રજાપતિ નામનો યુવાન ગઇકાલે સવારે પોતાના ઘરે હતો. દરમ્યાન તેણે પોતાના રૂમમાં લાકડામાં દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ યુવાને કેવા કારણોસર આપઘાત કર્યો હશે તે માટે પોલીસે નોંધ કરી આગળની  વધુ તપાસ હાથ ધરી છે.

Panchang

dd