• મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2026

માધાપર : કુટુંબીજનોએ દાગીના લઇ તેના ઉપર લોન લઇ પરત ન આપતાં ઠગાઇ

ભુજ, તા. 16 : માધાપરમાં કુટુંબીજનોએ સંબંધના નાતે સોનાનાં ઘરેણા લોન લેવા માટે લીધા બાદ પરત ન આપતાં બે સામે 18.47 લાખની છેતરપિંડી-વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઇ છે. ગત તા. 23/5/24થી આજ સુધી હંસનગર ખાતે બનેલા આ બનાવ અંગે આજે માધાપર પોલીસ મથકે નવાવાસ-માધાપર ખાતે રહેતા રમીલાબેન શાંતિલાલ ગરવાએ તેમના કુટુંબીજનો એવા જયશ્રીબેન રમેશભાઇ અમૃત વેલજી ગરવા (રહે. બંને મફતનગર-માધાપર) વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીઓએ સંબંધના નાતે ફરિયાદી પાસેથી સોનાનાં ઘરેણા જેમ કે, મંગળસૂત્ર, બૂટિયા, રિંગ, ચેન, લોકેટ, પાટલા જેની કિં. રૂા. 18,47,000 લઇ વિવિધ ફાઇનાન્સ કંપનીમાંથી લોન લઇ આ ઘરેણા આજ સુધી પરત ન આપી તેમની સાથે વિશ્વાસઘાત-છેતરપિંડી કરાયાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Panchang

dd