• મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2026

ગાંધીધામમાં પત્તા ટીંચતા પાંચ જુગારીની ધરપકડ

ગાંધીધામ, તા. 16 : શહેરના જૂની સુંદરપુરી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે ઝડપી પાડી રોકડ રૂા. 12,700 જપ્ત કર્યા હતા. શહેરના જૂની સુંદરપુરી વિસ્તારમાં સમાજવાડી નજીક જાહેરમાં અમુક શખ્સો ગંજીપાના વડે જુગાર રમી રહ્યા હતા તેવામાં અચાનક આવેલી પોલીસે અહીંથી ઇશ્વર ગોવિંદ મહેશ્વરી, અવાહા ગોવિંદ વણકર, શંકર વેલજી બારોટ, ઇશ્વર ધના મકવાણા અને પરષોત્તમ ગોવિંદ રાઠોડ નામના શખ્સોને પકડી પાડયા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 12,700 જપ્ત કરવામાં આવ્યા હતા.

Panchang

dd