• મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2026

લીલાશાહ ફાટક પાસે ટ્રાફીક સમસ્યામાં અટવાયેલા બોર્ડના પરિક્ષાર્થીઓને મદદ કરાશે

ગાંધીધામ, તા. 16 :  અહીના લીલાશાહ કુટીયા રેલવે ફાટક (એલ.સી પ) ઉપર અન્ડર બ્રીજનાઅને રેલવે લાઈનના વિસ્તરણના ચાલતા કામને લઈને ભારે ટ્રાફીક જામની સમસ્યા સર્જાઈ રહી છે. આગામી સમયમાં બોર્ડની પરિક્ષાઓ શરૂ થવાની હોઈ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફીકના કારણે કોઈ મુશકેલી ન પડે તે માટે મદદ કરાશે. ફાટક ઉપર સર્જાયેલી સમસ્યાને ધ્યાનમાં રાખીને મેઘપર સોસાયટી સદસ્ય સમિતિ દ્વારા અંજાર પી.આઈને જાણ કરી હતી. અને સવારે અને સાંજે મહિલા અને પુરૂષ ટીઆરબી જવાન મુકવામાં આવે છે. ટી.આર.બી જવાનોને સવારે એક કલાક સદસ્ય સમિતિના સભ્યો દ્વારા પણ એક કલાક મદદ કરવામાં આવે છે. લોકોમાં પણ જાગૃતિ આવી હોઈ પોતાના વાહનો સાચી દિશામાં ચાલવી લોકો પણ સહયોગ આપી રહ્યા છે. આગામી ફેબ્રુઆરી મહીનાના અંતમાં ધોરણ 10 અને 12ની પરિક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં ફાટક ઉપર કોઈ સમસ્યા ઉભી ન થાય તેનુંધ્યાન રાખવા અપીલ કરાઈ છે. પરિક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાઅં કોઈ વિદ્યાર્થીને તકલીક હોય તો સ્થળ ઉપર સમિતિના સભ્યોનો સંપર્ક કરવા જણાવાયું છે. અને બનતી વ્યવસ્થા કરાશે. મેઘપર ફાટક પાસે સમસ્યા સુધરી છે તો જુમા પીર ફાટક પાસે સમસ્યા વધુ વકરી છે. ત્યાં પણ ટીઆરબી જવાન મુકવા માટે પોલીસ પ્રશાસન સમક્ષ અનુરોધ કરાયો છે.

Panchang

dd