• મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2026

અબડાસામાં કોઇ ગામ વિકાસ વગરનું નહીં રહે

નખત્રાણા, તા. 16 : અબડાસા વિધાનસભા વિસ્તારમાં લોકોને પાયાની સુવિધાઓ માટે વિકાસકામોની વિકાસયાત્રા અવિરત રહી છે. રૂા. 258.37 લાખના ખર્ચે અબડાસામાં ચાર ગામના રસ્તા કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. તાલુકા ભારતીય જનતા પાર્ટીના ઉપક્રમે રાજ્યના માર્ગ-મકાન વિભાગ (પંચાયત) દ્વારા સુથરી ગામે બળવંતરાય મહેતા સ્મારકને જોડતો રોડ રૂા. 151.24 લાખ, સુથરી ભાલારા દાદા એપ્રોચ રોડ રૂા. 17.54 લાખ, કોઠારા મુખ્યમાર્ગથી હનુમાન મંદિર સુધીનો રોડ રૂા. 39.74 તથા પેથાપર એપ્રોચ રોડ રૂા. 49.85 લાખ ખર્ચાશે. પ્રાસંગિક પ્રવચન કરતાં ધારાસભ્ય જાડેજાએ જણાવ્યું કે, વસ્તી ઓછીવાળા 460 ગામડા ધરાવતા અબડાસા વિધાનસભા ક્ષેત્ર વિસ્તારમાં વિકાસકામોની વણઝાર નિરંતર ચાલુ છે. ધારાસભ્યે વધુમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારના વિકાસકામોની અપેક્ષાના એક પણ કામ બાકી નહીં રહે. અબડાસા તા.ના તેરા હેરિટેજ વિલેજના સર્વાંગી વિકાસ માટે પ્રવાસન વિભાગ દ્વારા રૂા. 17 કરોડની ફાળવવામાં આવેલી ગ્રાન્ટના સ્થળની ધારાસભ્યે મુલાકાત લીધી હતી તથા ઓ.એસ.ડી. એચ.એમ. સોલંકી, અબડાસા મામલતદાર તુષારભાઇ વ્યાસને સ્થળ પર વિકાસકામો અંગે સૂચના આપી હતી. ખાતમુહૂર્ત પ્રસંગે તા.પં. પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, તા. ભાજપા પ્રમુખ જયદીપસિંહ જાડેજા, મહામંત્રી ગોપાલદાન ગઢવી, વિનયભાઇ રાવલ, તા.પં. ચેરમેન જયદેવસિંહ જાડેજા, કાનજીભાઇ ગઢવી, હરિભાઇ ભાનુશાલી, નરપતસિંહ સોઢા ઉપસ્થિત રહી પ્રસંગોચિત વકતવ્ય આપ્યાં હતાં. સંચાલન પરસોત્તમ મારવાડા, આભારવિધિ શિવજીભાઇ મહેશ્વરીએ કરી હતી.

Panchang

dd