અમદાવાદ, તા. 16 (અમારા
પ્રતિનિધિ તરફથી) : આઇસીસી ટી 20માં દબદબો જાળવનાર ટીમ ઇન્ડિયા
આગામી 18ના રોજ નેધરલેન્ડ્ઝનો સામનો કરશે. ત્યારે આજે ટીમ ઇન્ડિયાના
સૂર્યકુમાર સહિત તમામ ખેલાડીઓનું અમદાવાદ એરપોર્ટ પર ભાવભીનું સ્વાગત કરવામાં
આવ્યું હતું. ક્રિકેટરો જ્યાં રોકાવાના છે તેવી આઇટીસી નર્મદામાં પણ ખેલાડીઓનું મો
મીઠુ કરવાની સ્વાગત કરવામાં આવ્યું હતું. આઈટીસી નર્મદા ખાતે રોકાયેલી ટીમને આગામી
મેચ માટે પણ પૂરેપૂરી તૈયારીઓ સાથે શુભેચ્છાઓ આપવામાં આવી છે. ચાહકો અને ક્રિકેટ
પ્રેમીઓ ટીમને પૂરો સમર્થન આપવા તૈયાર છે અને આ મેચને લઈને શહેરમાં જશ્નનો માહોલ
જોવા મળી રહ્યો છે. આગમન બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે જણાવ્યું હતું કે ટીમ હવે સંપૂર્ણ રીતે તૈયાર છે અને આગામી
મેચમાં પણ શાનદાર પ્રદર્શન કરશે. ચાહકો પણ આ મેચને લઈને ઉત્સાહિત છે અને
સ્ટેડિયમમાં ભારતીય ટીમને પૂરો સપોર્ટ આપવા તૈયાર છે.આ મેચ ભારતીય ટીમ માટે સુપર-8 તરફના
પગલાંમાં મહત્વની સાબિત થશે. નેધરલેન્ડ સામેની મેચમાં ભારતીય ટીમ પોતાનું શ્રેષ્ઠ
પ્રદર્શન આપીને ગ્રુપ સ્ટેજમાં મજબૂત સ્થાન મેળવવા માગે છે.