• શુક્રવાર, 30 જાન્યુઆરી, 2026

શરીર-મનની તંદુરસ્તી માટે રમત જરૂરી

ભુજ, તા. 29 : અહીંના રાજગોર ગ્રાઉન્ડ ખાતે સ્વ. નીરવ હરિલાલ પેથાણી બીઆરપીએલ ત્રિદિવસીય ક્રિકેટ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચોના અંતે જનરલ સ્પર્ધામાં મહાશક્તિ ઇલેવને ઇગલ ટીમને 62 રનથી હરાવીને અને લિજેન્ડ સ્પર્ધામાં પરશુરામ ઇલેવને વામન ઇલેવનને 36 રનથી હરાવીને કપ જીત્યો હતો. ભુજ યુવા રાજગોર સ્પોર્ટસ કલબ આયોજિત ટૂર્ના.માં ખેલાડીઓ, મુખ્ય સ્પોન્સર, દાતા અને સહયોગીઓના સન્માન માટે આયોજિત કાર્યક્રમના મુખ્ય અતિથિ હરિલાલ વિશનજી પેથાણી મુખ્ય સ્પોન્સર અને વિજય બી. ગોર (પ્રમુખ રાજગોર સમાજ-ભુજ), અતિથિવિશેષ મુંજાલભાઇ સોની (સિનિયર સબ એડિટર-કચ્છમિત્ર), ભરત ગોર (મહામંત્રી ભુજ રા.સ.), અરવિંદ કાનજી (ઉ.પ્ર. રા.સ.ભુ.), મયૂર ગોર (ભુ.રા.સ. ઉપપ્રમુખ), કીર્તિ ગોર (મસ્કા), હિતેષ અજાણી (સહજાનંદ સ્પોર્ટસ), સચિન નાકર (પ્ર.ભુ. બાર એસો.), બાલકૃષ્ણ માકાણી (મહાસભા), રાજેશ ગોર (નગરસેવક), ધર્મેશ જોશી (નગરસેવક), અંબાલાલ મોતા (પ્ર. શૈ.પ્ર. મંડળ), પંકજ ગોર (માધાપર), પરેશ માકાણી, નીલેશ ગોર (તા.પ્રા. શિક્ષણાધિકારી-ભુજ), સુરેશ મોતા, પૂજન પેથાણી ઉપસ્થિત રહ્યા હતા. મુંજાલભાઇ, વસંતભાઇ અને કીર્તિભાઇએ  પ્રવચન કર્યા હતા. યુવા દાતાઓ ધવલ વિઠ્ઠા, વિવેક ગોર, દીપેશ રોટીવાલા, પ્રકાશ ગોર, હિતેન, ભાવિન અને ધૈર્ય માકાણી, જિગર અને કેવલ ગોર, સાગર મોતા એક્ટિવ ગ્રુપ (આર.ટી.ઓ.), મયૂર કેશવાણી, ધવલ અજાણી, જીત મોતા સહિતનાની સેવાની નોંધ લેવાઇ હતી. ફાઇનલ મેચ જનરલમાં નિખિલ ગોર, જ્યારે લિજેન્ડમાં નીલેશ અજાણી મેન ઓફ ધી મેચ થયા હતા. મેન ઓફ ધી સિરીઝ પ્રિયેન અને ઉત્સવ બન્યા હતા. સ્પોર્ટસ કલબના પ્રમુખ ચિંતન વિઠ્ઠાની આગેવાની હેઠળ અંકિત શિણાઇ, રાહુલ પેથાણી, ઉત્તમ મોતા, દીપ શિણાઇ, દિલીપ અજાણી તેમજ કલબના દરેક સભ્ય ટૂર્ના.ની સફળતા માટે સહયોગી રહ્યા હતા. ગ્રાઉન્ડ મેનેજમેન્ટ સમિતિના રોહિત મોતા, ધર્મા ગોરનું વિશેષ સન્માન કરાયું હતું. સંચાલન ઉત્તમ મોતા (માસ્તર)એ કર્યું હતું. મુખ્ય સ્પોન્સર પરિવારના નિખિલ પેથાણી અને દર્શન પેથાણીની સેવાની નોંધ લેવાઇ હતી. સંસ્થાના સ્થાપક પ્રમુખ વસંત અજાણી, સુરેશ મોતા અને પૂજન પેથાણીનું બહુમાન કરાયું હતું. 

Panchang

dd