• શુક્રવાર, 30 જાન્યુઆરી, 2026

અંજારમાં નિર્માણ પામશે આં.રા સ્તરની હોટેલ

અંજાર, તા. 29 : કચ્છના ઝડપથી વિકસતા વ્યાપારી કેન્દ્ર અને ઐતિહાસિક શહેર  અંજારમાં રીયલ એસ્ટેટ અને  હોસ્પિટાલીટી ક્ષેત્રમાં એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. રાજવી ગ્રુપ દ્વારા  ગાંધીધામ અંજાર રોડ ઉપર  નિર્માણ પામતા સીટી વોક પ્રોજેકટમાં  આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી  હીલ્ટન હોટેલ સાથે  જોડાણ કરવામાં આવ્યું છે. આ સાથે  પુર્વ કચ્છમાં ગાંધીધામ બાદ અંજારમાં બીજી અંાતરરાષ્ટ્રીય સ્તરની હોસ્પિટાલીટી સુવિધા ઉપલબ્ધ થશે. અહી ફોર સ્ટાર હેમ્ટન બાય હિલ્ટન  બ્રાન્ડની હોટેલ  કાર્યરત થશે જે કચ્છના પ્રવાશન અને ઉદ્યોગ ક્ષેત્ર માટે નવી સુવિધા વિકશશે. રાજવી ગ્રુપ દ્વારા નિર્માણ કરાતા સીટી વોક  પ્રોજેકટરમાં ગ્રાઉન્ડ અને પ્રથમ માળમાં ડબલ હાઈટના શોરૂમ, રીટેઈલ શોપ, કોર્પોરેટ ઓફીસ, સ્પેશ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જયારે બીજા માળે હિલ્ટન બ્રાન્ડની આધુનિક હોટેલ આકાર લેશે. અહી અત્યાધુનીક રૂમ, સ્વીટ રૂમ, બેન્કવેટ હોલ અને મલ્ટી કયુઝીન  રેસ્ટોરન્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. હિલ્ટન હોટેલ્સ વિશ્વની પ્રતિષ્ઠિત  હોસ્પિટાલીટી કંપનીઓ પૈકીની એક છે.ફ  100 વર્ષથી વધુનો ઈતિહાસ ધરાવતું આ ગ્રુપ વિશ્વના 141 દેશો અને પ્રદેશમાં 9000થી વધુ હોટેલ  અને 13 લાખથી વધુ રૂમનું સંચાલન કરે છે. રાજવી ગ્રુપના પ્રમોટર મુકેશ આચાર્યએ આ જોડાણ અંગે માહિતી આપતા કહ્યું હતું કે  કચ્છના ગ્રાહકોને  હમેશા કાંઈક વિશેષ અને શ્રેષ્ઠ આપવાનો રહ્યો છે.  હિલ્ટન હોટેલ્સ  ગુણવતા અને  આતિથ્ય સત્કારનો પર્યાય છે.  અંજાર આવતા પ્રવાસીઓ અને બીઝનેશ ડેલીગેટને  આંતરરાષ્ટ્રી સ્તરની સુવિધાઓ  મળી શકે તે માટે  આ આંતરરાષ્ટ્રીય ગ્રુપની પસંદગી કરવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સીટી વોક બીઝનેશ પાર્ક માત્ર ઈમારત નથી  પણ આધુનિક સુવિધાઓનું હબ છે.પાર્કમાં વિશાળ બેઝમેન્ટ પાર્કીંગ,સીસીટીવ  સિકયુરીટી, ફાયર સેફટીના સાધનો પાવર બેકઅપ જેવી સુવીધાઓ આપવામાં આવશે.રાજવી ગ્રુપ દ્વારા   અગાઉ હોટેલ રેડીશન, રીવેરા એલીગેન્સ જેવા પ્રકલ્પ અપાયા છે આ નવા સાહસને પણ વેપારી જગત અને સ્થાનિકો તરફથી વ્યાપક આવકાર મળી  રહ્યો છે.  

Panchang

dd