ભુજ, તા. 29 : કચ્છના ક્રિકેટપ્રેમીઓ જેની
આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે એ હિમ્સ-કેપીએલની ચોથી સિઝનનો આવતીકાલ શુક્રવારથી જ્યુબિલી
ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ થઈ રહ્યો છે, જેની તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે. - આઠ ફ્રેન્ચાઈઝીની ટીમ વચ્ચે
મુકાબલો : ધ પામ લક્ઝરિયસ રેસિડેન્સી, સુમિટોમો કેમિકલ, પીવીએન,
ફૂડ પાર્ટનર કૂક કેટરિંગ, બ્રોડબેન્ડ પાર્ટનર પદ્મનેટ,
વેન્યૂ પાર્ટનર હિલવ્યૂ રિસોર્ટ, ડેકોર પાર્ટનર
પદ્માવતી ડેકોરેટર્સના સહયોગથી આયોજિત હિમ્સ- કેપીએલની ચોથી સિઝનમાં આઠ ફ્રેન્ચાઈઝીની
ક્રિકેટ ટીમો વચ્ચે જંગ જામશે. - હિમ્સ-કેપીએલની ચોથી સિઝનમાં આઠ ટીમ : હિમ્સ-કેપીએલની ચોથી સિઝનમાં એસવીસીટી સ્ટ્રાઈકર્સ, કરણીકૃપા રોયલ્સ, રાજવી
ચેમ્પિયન્સ, એગ્રોસેલ ટાઈટન્સ, બરસાના બ્લાસ્ટર્સ,
પૂર્વી લીજેન્ડ, મસ્કા માસ્ટર્સ અને શ્રીરામ સુપર કિંગ્સ એમ કુલ આઠ ભાગ લઈ રહી છે. આવતીકાલથી
શરૂ થતા આ ક્રિકેટજંગનો પ્રારંભ પશ્ચિમ કચ્છના એસ.પી. વિકાસ સુંડા અને ભુજ નગરપાલિકાના
કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજા, એસવીસીટી સ્ટ્રાઈકર્સના ગોપાલભાઈ
ગોરસિયા, કરણીકૃપા રોયલ્સના
વિક્રમસિંહ રાઠોડ, રાજવી ચેમ્પિયન્સના મુકેશ આચાર્ય, એગ્રોસેલ ટાઈટન્સના દીપેશભાઈ શ્રોફ, બરસાના બ્લાસ્ટર્સના
જિગર છેડા, પૂર્વી લીજેન્ડના નિશાંત ઠક્કર, મસ્કા માસ્ટર્સના કીર્તિ ગોર અને શ્રીરામ સુપર કિંગ્સના સુમિત હુંબલ અને કો-સ્પોન્સરો
નવીનભાઈ આઈયા તેમજ સુમિટોમોના અગ્રણીઓ નિખિલ જોશી અને કિરણ ચંદવાણી સહિતના મહાનુભાવોની
ઉપસ્થિતિમાં કરાશે.