• શુક્રવાર, 30 જાન્યુઆરી, 2026

ચાંદી અબ કી બાર 4,00,000 પાર

ભુજ, તા. 29 : સોનાં-ચાંદીની કિંમતોમાં આગ ઝરતી તેજીનો દોર આગળ વધ્યો છે. અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિએ તણાવ તેમજ ફેડ દ્વારા વ્યાજદર યથાવત્ રાખતાં તેમજ ફુગાવાના આંકડાને ધ્યાને લઈ આગામી વ્યાજદર કાપ અંગે નિર્ણય લેવાનાં કરાયેલાં નિવેદન બાદ હેજફંડો અને રોકાણકારોની સેફ હેવન તરીકે સોનાં-ચાંદીમાં જબ્બર ખરીદીએ ઉછાળો જોવા મળ્યો હતો અને પહેલીવાર ચાંદી પ્રતિ કિલો ચાર લાખને પાર કરી ગઈ છે. દિલ્હીમાં સોનુ રૂા. 12,000ના મોટા વધારા સાથે દસ ગ્રામે રૂા. 1,83,000 પર પહોંચી ગયું છે, તો રજતમાં રૂા. 19,500નો મોટો ઉછાળો નોંધાયો હતો અને કિંમત રૂા. 4,04,500 થઈ ગઈ હતી. સોનાં-ચાંદીના સતત વધતા ભાવને લીધે બજારમાં ઉચાટ ફેલાયો છે. એક તરફ યુ.એસ.-ઈરાન વચ્ચે તંગદિલી વધી રહી છે અને ટ્રમ્પ દ્વારા સેના મોકલવા તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ વિશ્વની સેન્ટ્રલ બેંકો દ્વારા પોતાના રિઝર્વ ડોલરની વેચવાલી અને સોનાં-ચાંદીની ખરીદી કરી રહ્યા હોવાથી આ બંને કિંમતી ધાતુમાં વિક્રમી  ઉછાળા સાથે ભાવોએ ઇતિહાસ સર્જ્યો છે.આજે ન્યૂયોર્ક સોનું 5,550 ડોલર અને ચાંદી 119.00 રાનિંગ ભાવ રહ્યા હતા, રૂપિયો 92.00 રહ્યા હતા. સ્થાનિક બુલિયન બજારમાં દસ ગ્રામ સોનું 999ના ભાવોમાં રૂા. 15,400નો જબ્બર વધારો થઈ 1,87,000 ભાવ રહ્યા હતા, તો ચાંદી ચોરસા એક કિલોના ભાવોમાં રૂા. 34,000નો વિક્રમી ઉછાળો થઈ 4,05,000ના ભાવ રહ્યા હતા. 

Panchang

dd