• શુક્રવાર, 30 જાન્યુઆરી, 2026

ઝુરામાં પત્તા ટીંચતા નવ ખેલી ઝડપાયા

ભુજ, તા. 29 : તાલુકાના ઝુરામાં જાહેરમાં પત્તા વડે જુગાર રમતા નવ ખેલીને માધાપર પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રોકડ સહિત કુલ રૂા. 33,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં ઝુરા ગામમાં ઉકા જુમા વાંઢાના રહેણાક મકાનના આંગણામાં પત્તા ટીંચતા ઉકા ઉપરાંત ઈશાક સુલેમાન મમણ, જુસબ સાજન જત, બાબુ નોઘા જોગી, બાવજી ખેતાજી જાડેજા, અનોપસિંહ કાનજી જાડેજા, હિતેશ પુંજા મારવાડા, લાખા ઉકા વાઢા અને દેવજી જીવા મહેશ્વરીને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂા. 13,600 તથા ચાર મોબાઈલ કિં. રૂા. 20,000 મળી કુલ રૂા. 33,600નો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

Panchang

dd