ભુજ, તા. 29 : શહેરના આઝાદનગરમાં રહેતા ઉમર
જુસબ લાખા (ઉ.વ. 43) નામના આધેડે
કોઈ અગમ્ય કારણે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. પોલીસે આપેલી વિગતો મુજબ, હતભાગી ઉમરભાઈ લોટસ કોલોનીમાં રાખીબેન કેવરભાઈના
ઘરે હતા ત્યારે કોઈ અગમ્ય કારણે ગળેફાંસો ખાઈ લીધો હતો. તેમને સારવાર માટે તાત્કાલિક
ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ભુજ
શહેર બી-ડિવિઝન પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી હતભાગી મૃતકે કયા કારણે આ અંતિમ પગલું
ભર્યું તે જાણવા સહિતની આગળની તપાસ હાથ ધરી હતી.