• શુક્રવાર, 30 જાન્યુઆરી, 2026

આદિપુરમાં ગાંજાના જથ્થા સાથે શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 29 : આદિપુરના મહારાવ (મુંદરા) સર્કલ નજીક એક ઝૂંપડામાંથી પોલીસે રૂા. 2,460ના ગાંજા સાથે શખ્સને પકડી પાડયો હતો, પરંતુ આ શખ્સ માદક પદાર્થ ક્યાંથી લાવ્યો હતો તે પોલીસ ઓકાવી શકી નહોતી. આદિપુરના મહારાવ (મુંદરા) સર્કલ નજીક આવેલા એક ઝૂંપડામાં પોલીસે છાપો માર્યો હતો. અહીંથી રવિ મુન્ના વડેચા (દેવીપૂજક) નામના શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. આ શખ્સના જેકેટના ખિસ્સામાંથી પ્લાસ્ટિકની થેલી મળી હતી, જેમાંથી રૂા. 2,460નો 246.820 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક પૃથક્કરણમાં આ માદક પદાર્થ ગાંજો જ હોવાનું બહાર આવ્યું હતું. પકડાયેલા શખ્સ પાસેથી ગાંજો, મોબાઇલ, રોકડ રૂપિયા મળીને કુલ રૂા. 14,660નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો, પણ તેની પાસે ગાંજો ક્યાંથી આવ્યો હતો તે પોલીસ ઓકાવી શકી નહોતી. 

Panchang

dd