મુંબઇ, તા. 29 : લોન લીધા પછી નિયત સમયમર્યાદામાં પરત નહીં ચૂકવવાના ચેક બાઉન્સના એક મામલામાં મઝગાંવ
સ્થિત અદાલતે જિતેન કલ્યાણજી દેઢિયાની ફરિયાદ ધ્યાને લેતાં આરોપી નિયતિ ડેવલોપર્સના
પ્રોપરાઇટરને દોષી ઠરાવ્યા હતા. ફરિયાદી જિતેનભાઇનો સંપર્ક કરીને આરોપીએ પારિવારિક
મિત્ર મારફતે પરિચય કેળવતાં પાંચ લાખ રૂપિયાની બિઝનેસ લોન લીધી હતી. ત્રીજી મે, 2017ના ધંધાકીય
હેતુ માટે ધિરાણ મેળવ્યા પછી 10મી માર્ચ, 2021ના દિવસે
આરોપીએ ફરિયાદી શ્રી દેઢિયાને ચેક આપ્યો હતો, પરંતુ એ વટાવવા જતાં ખાતામાં પૂરતી
રકમ નહીં હોવાથી ચેક બાઉન્સ થયો હતો. ત્યારબાદ, આરોપીને નોટિસ
આપ્યા પછીયે લોનના પૈસા ચૂકવવામાં કે જવાબ આપવામાં આરોપી નિષ્ફળ રહ્યા હતા. ફરિયાદીએ
કેસ કરતાં મઝગાંવ સ્થિત કોર્ટે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ આરોપીને દોષી ઠેરવી ફરિયાદીને સવા સાત લાખ રૂપિયા ચૂકવવાનો
આદેશ આપ્યો હતો. તે ન ચૂકવી શકે તો દોષીને
15 દિવસની જેલની સજા કાપવી પડશે.