ભુજ, તા. 19 : કચ્છમાં માવઠાંના કારણે ઘણા
ભાગોમાં ખેતર-વાડીમાં પાકોનું નુકસાન થયું છે, જેમાં લીલાચારા રૂપે ઊભેલા રંજકાના પાકને
વધુ નુકસાન થતાં ભુજની બજારમાં રંજકાની અછત જોવા મળે છે. આ બાબતે સરપટ નાકા બહાર ચારાના વેપારી બચુભા તેમજ ઓક્ટ્રોય
નાકા પાસે દર્શન ગોરે માવઠાંની અસરની વાત કરતાં જણાવ્યું હતું કે, ચારાની અછત હજુ એક-દોઢ માસ ચાલશે તેમજ તૈયાર પાક પર વધુ પાણી ક્યારામાં ભરાતાં સડો લાગી જતાં તે કાળા પડી ગયા
છે તેમજ ચારાનું વધવાનું બંધ થઇ ગયું છે. નવા વાવેતર બાદ બજારમાં રંજકો આવે ત્યાં સુધી
માલધારી અને પશુપાલકોને લીલી જુવાર અને મકાઇ ઉપર નિર્ભર રહેવું પડશે તેમજ ચારાની અછતના
લીધે પશુઓના ખોરાક પાછળ ખૂબ વધુ ખર્ચ વેઠવો પડી રહ્યો છે તેવું માલધારીઓએ જણાવ્યું
હતું.