• ગુરુવાર, 20 નવેમ્બર, 2025

કુરાન અને આલે રસૂલને અનુસરનાર જીવનમાં ભટકતો નથી

ગાંધીધામ, તા. 19 : હઝરત મહમદ સાહેબના તરીકા તેમની સુનતો ઉપર ચાલતો કાદરી સિલસિલો છે. તેમણે જણાવ્યું કે, જીવનમાં બે મોટા કાર્ય ભૂલવા ન જોઈએ, કુરાન અને આલે રસૂલની સંગત આ બે કાર્યને અનુસરનાર વ્યક્તિ જીવનમાં ક્યારેય ભટકશે નહીં તેવું અંજાર તાલુકાના વીડી ખાતે ખાતે આયોજિત કાર્યક્રમમાં સુન્ની મુસ્લિમ સમાજના વિશ્વના ધર્મગુરુ સૈયદ હાસીમ અલ ગીલાનીએ સમુદાયને સંબોધન આપતાં જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ઇમામે હસન અને ઇમામે હુસેન  જન્નતના બે સરદાર છે, તેમના પિતા તેમનાથી પણ ઊંચા હતા. શેખ અબ્દુલ કાદિર જીલાની ર.અ. દુનિયાના જેટલા પીર બની ગયા તે બધાના અલ્લાતાલા તરફથી સરદાર છે તેનો મુકામ ઊંચો છે તેઓ ઈમામ હુસેની પણ છે અને ઇમામ હશની પણ છે. તેઓ સીધા તેમના વંશ જ છે. ઇસ્લામ ધર્મના સિદ્ધાંતો વિશે વાત કરી દેશ પ્રત્યે વફાદારી દાખવવા ભાઈચારાની ભાવના કેળવવા સચ્ચાઈનો માર્ગ અપનાવવા હાકલ કરી હતી. બહોળી સંખ્યામાં ઉપસ્થિત મેદનીને સંબોધતાં કહ્યું હતું કે, અલ્લાહ સુધી પહોંચવું હોય તો અલ્લાહના નેક બંદાને ઓળખો. ભારતની ધરતી સુફી ઓલિયાઓની ધરતી છે. માત્ર મુસ્લિમ સમાજ જ નહીં અન્ય સમાજ પણ સૂફી ઓલિયાઓને આદરભાવ આપે છે, શ્રદ્ધા સાથે માથું ટેકવવા જાય છે. કચ્છમાં ઘણા ઓલિયા એ  કીરામ છે જ્યાં તમામ વર્ગના લોકો પોતાની મન્નત પૂરી કરવા જાય છે. ઓલિયા એ કીરામે એકતા ભાઈચારો વફાદારીનો સંદેશ આપ્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, સુફિયાન સંદેશ દેશ પ્રત્યે વફાદારી સૂચવે છે. કચ્છની ધરતીને ભાઈચારાની ધરતી ગણાવી હતી. હજરત મહમદ પયગંબરે કહ્યું હતું કે, મને ભારતમાં મહોબતની ખુશ્બૂ આવે છે. તે ભારતનો આ ભાગ કચ્છ છે તેવું ઉમેર્યું હતું. કચ્છના મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાએ ધર્મગુરુના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન સહયોગ આપનાર સૌ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે વિશ્વના ધર્મગુરુને ફરી કચ્છ આવવા આમંત્રણ આપ્યું હતું.  કચ્છની આ મુલાકાત જિંદગીમાં ક્યારેય નહીં ભૂલે તેવું કહી ફરી કચ્છ આવવા માટે વિશ્વના ધર્મગુરુએ ખાતરી આપી હતી. અંજાર ખાતે હુસેન આગરિયાના ફાર્મહાઉસ ખાતે આયોજિત કાર્યક્રમમાં સૈયદ મઝર અબ્બાસ કાદરી, યાસીન બાપુ સૈયદ, શાહિદ થારાણી, સૈયદ તાલીબ બાપુ, યાકુબ થારાણી, સાદિક રાયમા, શેખ ભાકરશા, ભચલશા શેખ, દીન મામદ રાયમા, મામદ આગરિયા, દાઉદ બોલિયા, જુસુબ સંગાર, રમજુભાઈ, હુસેનભાઇ, ફતેમામદ રાયમા, રમજુ કુંભાર, રમજુ સુમરા સુમરા, ગુલામશા શેખ, જુસબ આગરિયા વિગેરે આગેવાનોએ ધર્મગુરુનું સ્વાગત કર્યું હતું. સંચાલન ડો. મામદ કેર, આભારવિધિ મહમદ ફૈઝે કરી હતી. ગાંધીધામ તાલુકાના ખારીરોહર ગામમાં બગદાદથી આવેલા હઝરત સહજાદાએ ગોસુલ વારા પીર સૈયદ હાસીમુદીન અલ ગીલાની બાપુએ ઇસ્માઈલશા પીર બાવાની મજાર પર ચાદરપોશી કરી અને ગામના સુખ-શાંતિ માટે દુવા ગુજારી હતી. ત્યારબાદ તેમણે પીર સૈયદ હાજી તાલીબ હુસેન હાજી શાહબુદ્દીન ગીલાની બાપુના નિવાસસ્થાને હાજરી આપી દુવા કરી હતી. આ પ્રસંગે હઝરત હાસીમુદીન અલ ગીલાની બાપુએ જણાવ્યું કે, હાજી તાલીબ હુસેન બાપુના પરદાદા સૈયદ ઉમરશા બિન ઇસ્માઈલશા પીર છે, તેમણે આગળ કહ્યું કે, ખારીરોહર ગામ દીની અને દુન્યવી તાલીમમાં આગળ વધે અને ગામના લોકો સુખી સમૃદ્ધ રહે તે માટે તેમણે વિશેષ દુવા કરી હતી. આ પ્રસંગે ખારીરોહર ગામ અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સૈયદ મઝહર અબ્બાસ કાદરી, સૈયદ હાજી રફીકશા બાપુ, સૈયદ હાજી શાહબુદ્દીન બાપુ, સૈયદ અબ્દુલ કાદર, સૈયદ મહંમદશા બાપુ, સૈયદ ઈબ્રાહીમશા, સૈયદ અનવરશા (અનુબાપુ), સૈયદ ઞુલામ હુસેન, સૈયદ બાપુમિયા, સૈયદ મોલના શબીર હુસેન, સૈયદ હયાતશા, સૈયદ હસનશા, હાજી જુમા રાયમા, હાજી ઈબ્રાહિમ હાલેપોત્રા, હાજી હુસેન આગરિયા, હાજી આદમ પઢિયાર, આમદ સાખ, ભાકરશા પીરજાદા, એડવોકેટ યાકુબભાઈ, અકબર કુંભાર, અસગર ચાવડા, જહુર કુરેશી સહિત મુસ્લિમ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd