ભુજ, તા. 19 : અઢી માસ પૂર્વે ફરિયાદીની ભુજની
ઓનલાઈન વેબસાઈટ પર આરોપીએ રેડીમેડ કપડાં મગાવી તેના બિલના રૂા. 6.09 લાખ ન આપી છેતરપિંડી કર્યાના
ગુનાના આરોપી રાજકુમાર સર્વાનન (રહે. અથીગનુર, તા. બરગુર, જિ. કૃષ્ણગિરિ, તામીલનાડુ)ને
ભુજ પોલીસ ત્યાં જઈ ઝડપી લાવી હતી. આ છેતરપિંડીનો બનાવ ગત તા. 4/9ના એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાયો
હતો, જેમાં ફરિયાદીની હેન્ડસ ઓફ કચ્છ ડોટ કોમ નામની
ઓનલાઈન વેબસાઈટથી રેડીમેડ કપડાં વેચતા હોવાથી આરોપીએ ફરિયાદીનો ઓનલાઈન સંપર્ક કરી વિશ્વાસમાં
લઈ રેડીમેડ કપડાં શર્ટ 1029 તથા લેડીઝ
કૂર્તી 509 આરોપીએ પોતાના વતન મગાવી આ
કપડાંનાં બિલની રકમ રૂા. 6,09,744 ઓનલાઈન
ન આપી છેતરપિંડી કર્યાનો ગુનો નોંધાવ્યો હતો. આ બાદ પીઆઈ એમ.એમ. પટેલના માર્ગદર્શનથી
આરોપીની વિગતો પોલીસે મેળવીને એક ટીમ તમીલનાડુ મોકલીને આરોપીને ઝડપી લાવીને તપાસ આદરી
છે. આરોપી પાસેથી રૂા. 4,50,000નો
મુદ્દામાલ રીકવર કરાયો છે. આ કામગીરીમાં પીઆઈ એ.એમ. પટેલનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઈ
આર.જે. ગોહિલ, એ.એસ.આઈ. સંજયસિંહ એ. જાડેજા,
હે.કો. કૈલાસભાઈ કે. ચૌધરી, વિક્રમસિંહ જી. રાઠોડ
તથા વિરમભાઈ એલ. ગાગલ જોડાયા હતા.