મુંદરા, તા. 19 : મુંદરા બંદરેથી રવિવારે દિલ્હી
ડીઆરઆઈ દ્વારા કરાયેલી કાર્યવાહીમાં ઝડપાયેલા રૂા. પાંચ કરોડના ફટાકડાના મામલામાં અરજદાર-
આરોપીના જામીનને મુંદરા કોર્ટે નકારી કાઢ્યા હતા. સત્તાવાર વિગતો મુજબ, પાણીનો ગ્લાસ અને ફૂલદાની જાહેર કરીને કન્ટેનરમાં
ચાઈનીઝ મૂળના ફટાકડાની ગેરકાયદે પદ્ધતિએ આયાત કરવાના આરોપ સાથેના મામલામાં આજે ધરપકડ
કરાયેલા આરોપી મુંબઈના પરાગ હરીશ રૂપારેલની અરજીને મુંદરાની એડિશનલ સિવિલ જજ કોર્ટે
નકારી કાઢી હતી. આજે થયેલી દલીલોમાં આયાતકાર પેઢી તરીકે સીટી ઇમ્પેક્ષ, મુંબઈ હોવાનું ખુલ્યું હતું. પબ્લિક પ્રોસિક્યુટર દ્વારા દલીલો કરવામાં આવી
હતી કે,આ મામલો કસ્ટમ
કાયદા તળે કોગ્નિઝેબલ અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલો છે. વળી, ડીજીએફટી અને પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન (પેસો)નું લાયસન્સ
પણ નથી મેળવાયું. આ પછી મુંદરા કોર્ટે જામીન માટેની અરજીને અસ્વીકાર્ય ગણીને નકારી
દીધી હતી.