• શનિવાર, 25 ઑક્ટોબર, 2025

આફ્રિકા સામે ઇન્ડિયા એ ટીમનો કેપ્ટન રિષભ પંત

મુંબઈતા. 21 : દક્ષિણ આફ્રિકા વિરુદ્ધની બે ચાર દિવસીય મેચ માટે ઇન્ડિયા એ ટીમ જાહેર થઇ છે. કેપ્ટન તરીકે વિકેટકીપર રિષભ પંતની જ્યારે ઉપકપ્તાન તરીકે સાઇ સુદર્શનની પસંદગી કરાઈ છે. બન્ને મેચની અલગ અલગ ટીમ છે. પંતને ઇજા બાદ વાપસી સાથે સુકાન સોંપાયું છે. કરી રહ્યો છે. તેને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ દરમિયાન ચોથી ટેસ્ટમાં પગમાં ઇજા થઇ હતી. ત્યારથી તે મેદાન બહાર થયો છે. ઇન્ડિયા એ ટીમમાં દેવદત્ત પડીક્કલ, આયુષ મ્હાત્રે, માનવ સુથાર, અંશુલ કમ્બોજ, આયુષ બદોની જેવા ખેલાડી પહેલી મેચમાં સામેલ છે. બીજી મેચમાં કેએલ રાહુલ, ધ્રુવ જુરેલ, ઋતુરાજ ગાયકવાડ, પ્રસિદ્ધ કૃષ્ણા અને આકાશદીપ જેવા જાણીતા ખેલાડીઓ સામેલ છે. ઇન્ડિયા એ અને દ. આફ્રિકા વચ્ચે બે ચાર દિવસીય મેચ 30 ઓકટોબરથી અને 6 નવેમ્બરથી બેંગ્લુરુમાં રમાશે.

Panchang

dd