રાવલપિંડી, તા. 20 : પાકિસ્તાન
અને પ્રવાસી ટીમ દક્ષિણ આફ્રિકા વચ્ચેનો બીજો અને અંતિમ ટેસ્ટનો આજથી પ્રારંભ થયો
છે. ડબ્લ્યૂટીસી ચેમ્પિયન ટીમ દ. આફ્રિકા સામે શ્રેણી બચાવવાનો પડકાર છે કારણ કે
લાહોરના ગદાફી સ્ટેડિયમમાં રમાયેલ પહેલા ટેસ્ટમાં પાકિસ્તાનનો વિજય થયો હતો. આજે
બીજા ટેસ્ટના પ્રારંભે લંચ પછી પાકિસ્તાને તેના પ્રથમ દાવની મકકમ શરૂઆત કરી હતી
અને 46 ઓવરમાં 1 વિકેટે 13પ રન
બનાવ્યા હતા. ઇમામ ઉલ હક 17 રને આઉટ થયો હતો. જ્યારે
અબ્દુલ્લાહ શફીક અને કપ્તાન શાન મસૂદ અર્ધસદી પૂરી કરી ક્રિઝ પર હતા. બીજા ટેસ્ટની
આફ્રિકી ઇલેવનમાં પીઢ સ્પિનર કેશવ મહારાજની વાપસી થઇ છે.