• શનિવાર, 27 જુલાઈ, 2024

પહેલાં ચાદરપોશી, પછી પરેડ સાથે પ્રતિજ્ઞા વાંચન

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 6 : નખત્રાણા હોમગાર્ડ યુનિયને છેલ્લા 15 વર્ષથી કોમી એકતાના પ્રતીકની પરંપરા સાથે હોમગાર્ડ દિવસની ઉજવણીની પરંપરાને જાળવી રાખી હતી. નખત્રાણા જૂની મામલતદાર ઓફિસ જે હાલે હોમગાર્ડની ઓફિસ તરીકે સ્થાયી છે. આ કચેરી બજારમાં આવેલા ગઢરાંગમાં છે, જ્યાં ગઢવાળા પીર તેમજ ભીભીમાની મઝાર છે. આ મઝારો ઐતિહાસિક છે. જે તે વખતે આ ગઢરાંગની અંદર ટ્રેઝરી, સી.પી.આઇ. ઓફિસ, મામલતદાર ઓફિસ, પોલીસ સ્ટેશન હતા. છેલ્લા 15 વર્ષ થયા તાલુકાભરના હોમગાર્ડ યુનિયનના જવાનો આ ગઢરાંગમાં ભેગા થાય, પ્રતિજ્ઞા વાંચન કરે તે પછી ચાદરપોશી કરી પ્રાર્થના કરે. ગામમાં રૂટ માર્ચ કરી મામલતદારની ઓફિસે થઇ ત્યાં સલામી આપ્યા બાદ બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કરે છે. હોમગાર્ડ ઓફિસમાં નખત્રાણા મામલતદાર ડો. નીતિ ચારણ, પી.આઇ. ઇસરાણીના હાથે કેક કાપીને આ દિવસની ઉજવણી કરાઇ હતી. પાંચ હોમગાર્ડને સન્માનિત કરાયા હતા. સફાઇ?અભિયાન, વૃક્ષારોપણ, રમતગમત, પરેડ યોજાયા હતા. નવીન કટ્ટા, કાસમ લોહાર, દિનેશ?રાજગોર, હરેશ જોગી, રવીન્દ્ર વાગ, રાજેશ?જોગી, યોગેન્દ્રસિંહ જાડેજા વગેરે હાજર રહ્યા હતા. સંચાલન બાબુભાઈ ગરવાએ, આભારવિધિ સુરેશ?જોષીએ કર્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang